બિહાર વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ પોતાનું ઘોષણા પત્ર બહાર પાડ્યું છે. જેની અંદર ભાજપે બિહારના લોકોને ઘણા વચનો આપ્યા છે, તેવામાં એક વચન ઉપર વિવાદ શરુ થયો છે. ભાજપે પોતાના ઘોપણા પત્રમાં કહ્યું છે કે જો તેમની સરકાર સત્તામાંલ આવી તો બિહારના લોકોને મફતમાં કોરોનાની રસી આપશે. ત્યારે આ જાહેરાત બાદ રાજકિય ગરમાવો વધ્યો છે અને વાત ચૂંટણી પંચમાં ફરિયાદ સુધી પહોંચી છે.
સામાજીક કાર્યકર સાકેત ગોખલેએ આ અંગે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે બિહારમાં ભાજપે મફત રસીનું વચન આપીને ચૂંટણી દરમિયાન કેન્દ્ર સરકારની શક્તિઓનો દુરુપયોગ કરાવાનો પ્રયાસ કર્યો છે. ઉપરાંત ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે આવું કોઇ ભાજપના નેતા દ્વારા નહીં પણ સ્વયં દેશના નાણામંત્રી નિર્મલા સિતારમણ દ્વ્રારા કરવામાં આવ્યું છે.
બિહારમાં ભાજપની આવી જાહેરાત બાદ વિવાદ શરુ થયો છે. કારણ કે હજુ સુધી કેન્દ્ર સરકારે પણ આવી કોઇ યોજના કે કોરોના રસીને લઇને કોઇ પ્રકારની જાહેરાત કરી નથી. ત્યારે બિહારમાં ભાજપની આવી જાહેરાતથી અનેક સવાલો ઉભા થયા છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે દેશના દરેક રાજ્યને કોરોનાના કારણે નુકસાન થયું છે અને દરેક રાજ્ય તેનાથી પ્રભાવિત છે. તેવામાં ચીંટણી પંચે આવી જાહેરાત ઉપર તરત જ કાર્યવાહી કરવી જોઇએ.
ઉલ્લેખનીય છે કે બિહારમાં ગુરુવારે ભાજપ દ્વારા નાણામંત્રી નિર્મલા સિતારમણ દ્વારા ઘોષણા પત્ર જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 11 વચનો આપવામાં આવ્યા છે. જેમાં સૌથી પહેલું વચન મફત કોરોના રસીનું છે.