શહેરા,
શહેરાના ગોકુલેશ કોમ્પલેક્ષમાં આવેલ ક્રેડિટ એક્સેસ ગ્રામિણ લિ.નામની કંપનીમાં બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવતા રત્નાભાઈ મુળાભાઈ રોહિત દ્વારા ખોટા નામોથી એકાઉન્ટ અને દસ્તાવેજ બનાવી લોન ઉભી કરીને સમયાંતરે કંપનીમાં રૂ.78,75,512/-ની ઉચાપત કરાઈ હોવાનુ સામે આવતા ડિવીઝનલ મેનેજર દીપલ રાણા દ્વારા ઉચાપત કરનાર બ્રાન્ચ મેનેજર રત્નાભાઈ વિરુદ્ધ શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેને લઈને શહેરા પોલીસે ફરિયાદના આધારે ગણતરીના કલાકોમાં જ બ્રાન્ચ મેનેજર રત્નાભાઈ મુળાભાઈની ધરપકડ કરી હતી. ત્યારબાદ આરોપી બ્રાન્ચ મેનેજરને પોલીસ દ્વારા કોર્ટમાં રજુ કરાતા રિમાન્ડ માંગતા કોર્ટે આરોપી મેનેજરના 5 દિવસમાં રિમાન્ડ મંજુર કર્યા હતા.