ગરબાડા,
ગરબાડાના મંડી ફળીયા ચોકડી ખાતે 75 માં આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત 87 મી મહાશિવરાત્રી પદમાપદમ યાત્રા શુભમ બધાય શિવ અવતરણ થી લઈને સ્વર્ણિમ ભારત શિવ સંદેશને મિલન કાર્યક્રમ યોજાયો હતો. જે કાર્યક્રમ પ્રજાપતિ બ્રહ્માકુમારીઝ વિશ્ર્વવિદ્યાલય દાહોદ સંત કૃપા સત્સંગ પરિવાર સેવા ટ્રસ્ટના ઉપક્રમે આ કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગરબાડા મામલતદાર કે.પી. સવાઈ, નાયબ મામલતદાર યુવરાજસિંહ ગઢવી, પ્રજાપતિ બ્રહ્માકુમારી ઈશ્ર્વર વિશ્ર્વવિદ્યાલય તેમજ સંત કૃપા સત્સંગ પરિવાર સેવા ટ્રસ્ટ ઉપસ્થિત રહ્યો હતો.