મલેકપુરમાં સપ્તેશ્ર્વર મહાદેવના મંદિરે શિવરાત્રીની આસથાભેર ઉજવણી કરાઈ

મલેકપુર,

મહીસાગર જિલ્લામાં આવેલ લુણાવાડા તાલુકાના મલેકપુરમાં આવેલ ગાયત્રી મંદિર તેમજ સપ્તેશ્ર્વર મહાદેવ મંદિર આવેલું છે. વહેલી સવારે પ્રગ્નેશ્ર્વર મહાદેવના મંદિરે રંગોળી પૂરવામાં આવી હતી. ત્યારબાદ ભગવાન શિવને ફૂલોથી શણગારવામાં આવ્યા હતા. પહેલી સવારથી ભક્તોની ભીડ જોવા મળી હતી અને પૂજા ના કરવામાં આવી હતી. શિવ મંદિર મહાદેવના નાથથી હર હર મહાદેવના નામ થી ગુજી ઉઠ્યું હતું. સપ્તેશ્ર્વર મહાદેવના મંદિર હવેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી. સપ્તેશ્ર્વર મહાદેવના પેરિસમાં રંગોળી થી પુરવામાં આવી હતી, તેમજ મહાદેવનું મંદિર ફૂલોથી શણગારવામાં આવ્યું હતું અને બાજુમાં જ ગાયત્રી મંદિર આવેલું છે. ત્યાં પણ ગાયત્રી મહાયજ્ઞ તેમજ ભજન કીર્તન કરવામાં આવ્યું હતું. મલેકપુરમાં આવેલ દરેક શિવ મંદિરમાં પૂજા અર્ચના કરવામાં આવી હતી અને મલેકપુરમાં શિવરાત્રીના દિવસે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો.