કોરોના રસી (Corona Vaccine) નું અંતિમ તબક્કાનું ટ્રાયલ આવતા મહિને શરૂ થઇ શકે છે. ભારત બાયોટેક (Bharat Biotech) ને ડ્રગ રેગ્યુલેટર તરફથી ત્રીજા તબક્કા માટે ટ્રાયલની મંજૂરી મળી ગઇ છે. DGCIની એક્સપર્ટ કમિટીની મંગળવારે મીટિંગ યોજાઇ હતી. તેમાં રસીના અંતિમ ટ્રાયલને મંજૂરી મળી ગઇ. DGCI એ પ્રોટોકોલમાં ‘થોડુંક સંશોધન’ કર્યું છે. ભારત (India) માં રસી (Vaccine)ના ટ્રાયલમાં 25 હજારથી વધુ લોકો સામેલ થાય તેવી સંભાવના છે. તેમણે 28 દિવસના અંતરાલ પર રસીના બે ડોઝ અપાશે. શરૂઆતના ટ્રાયલમાં રસીના પરિણામોએ આશા જગાવી છે. Covaxin પહેલી સ્વદેશી કોરોના વાયરસ રસી છે. તેને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ની સાથે મળીને બનાવી છે.
ટ્રાયલ પ્રોટોકોલમાં શું થયો છે ફેરફાર?
કમિટીની એક મીટિંગ 5 ઑક્ટોબરના રોજ થઇ હતી. તેમાં કંપનીને ત્રીજા તબક્કાના ટ્રાયલના પ્રોટોકોલને ફરીથી સબમિટ કરવા માટે કહ્યું હતું. કમિટીનું માનવું હતું કે તબક્કા-3 સ્ટડીની ડિઝાઇન તો સંતોષજનક હતી. પરંતુ તેની શરૂઆત તબક્કા-2ના સેફ્ટી અને ઇમ્યુનોજેનિસિટી ડેટામાંથી યોગ્ય ડોઝ નક્કી કર્યા બાદ થવું જોઇએ. કમિટીએ ફર્મ પાસે પહેલાં એ ડેટાની માંગણી કરી હતી.
કયા-કયા ટ્રાયલ થઇ શકે છે? હવે આવશે રસી?
ભારત બાયોટેકનો પ્લાન છે કે Covaxin નું અંતિમ ટ્રાયલ દિલ્હી સિવાય ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, પંજાબ અને અસમમાં કરાયું. કંપની ફેબ્રુઆરી સુધીમાં ફાઇનલ ટ્રાયલના રિઝલ્ટસ આવવાની આશા કરી રહ્યું છે. ત્યારબાદ અપ્રૂવલ અને માર્કેટિંગની પરમિશન માટે એપ્લાય કરાશે.
Covaxin માં બુસ્ટર ઉમેરાયું
ભારત બાયોટેકે પોતાની કોવિડ રસીમાં Alhydroxiquim-II નામનું અજુવંટ જોડ્યું છે. આ વેક્સીનના ઇમ્યુન રિસપોન્સને શ્રેષ્ઠ કરશે અને તેનાથી લાંબા સમય સુધી કોરોનાથી સુરક્ષિત રહેશે. અજુવંટ એક એવું અજેંટ હોય છે જેને ઉમેરવા પર રસીની ક્ષમતા વધી જાય છે. રસી આપ્યા બાદ શરીરમાં વધુ એન્ટીબોડીઝ બને છે અને લાંબા સમય સુધી ઇમ્યુનિટી મળે છે.
ભારતમાં બીજી બે રસી પર ટ્રાયલ ચાલુ
Covaxin સિવાય ભારતમાં બીજી બે કોરોનાની રસીનું ટ્રાયલ ચાલી રહ્યું છે. સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા (SII) એ ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાની રસીમાં પાર્ટનરશીપ છે. કંપની દેશમાં તેમની રસી ‘કોવિશીલ્ડ’નું ટ્રાયલ કરી રહી છે. આ સિવાય ઝાયડસ કેડિલાએ ZyCov-D નામથી રસી બનાવી છે. કેટલીય બીજી કંપનીઓ પણ રિસર્ચ કરી રહી છે. કેટલાંકે વિદેશી કંપનીઓ સાથે રસીને લઇ ડીલ પણ કતરી છે.