પીએમ મોદીએ નાના વેપારીઓને ધનિક બનાવવા માટે જાદૂ કેમ ન ચલાવ્યો? : રાહુલ ગાંધી

નવીદિલ્હી,

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરુવારે પીએમ મોદીના અમૃત કાળ પર કટાક્ષ કરતાં આરોપ મૂક્યો હતો કે વર્તમાન સરકારના મિત્ર કાળમાં દરમિયાન ૭૬ ટકા સૂક્ષ્મ, નાના અને મયમ ઉદ્યોગો (MSMEs)ને કોઈ ફાયદો થયો નથી. તેમણે ગૌતમ અદાણીનું નામ લીધા વિના પીએમ મોદી સામે આડક્તરી રીતે નિશાન સાધતા સવાલ કર્યો હતો કે મિત્રને દુનિયાનો બીજો સૌથી ધનિક બનાવવાનો જાદુ નાના વેપારીઓ પર કેમ નથી ચાલ્યો?

રાહુલ ગાંધીએ આ દરમિયાન એક અહેવાલને ટાંકીને ટ્વિટ પણ કર્યું હતું. જેમાં તેમણે લખ્યું કે “મિત્ર કાળની કહાની: ૭૬ ટકા એમએસએમઈને કોઈ નફો ન થયો, ૭૨ ટકાની તો આવક પણ આવતી અટકી ગઈ અથવા તો ઘટી ગઇ છે કે પછી બંધ જ થઈ ગઈ છે. ” ૬૨ ટકા લોકો એવા હતા જે માત્ર બજેટથી નિરાશ હતા. અહીં રાહુલે વધુ એક સવાલ કર્યો કે શા માટે નાના વ્યવસાયો પર એ જ જાદુ નથી ચલાવતા જેણે મિત્રને વિશ્ર્વમાં બીજા નંબરનો સૌથી ધનિક બનાવ્યો? આ દરમિયાન કોંગ્રેસે વતી મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે અદાણી મુદ્દે ઉંડાણપૂર્વકની તપાસ જરૂરી છે. આ કિસ્સામાં જેપીસી સિવાયની કોઈપણ સમિતિ જૂથને મુક્ત કરવા સિવાય બીજું કંઈ કરશે નહીં. જયરામે કહ્યું કે સુપ્રીમ કોર્ટ સમક્ષ સમિતિની રચના કરવાનો સરકારનો પ્રસ્તાવ પારદર્શિતા સુનિશ્ર્ચિત કરી શક્તો નથી.