ઘણા દેશોના આર્થિક સંકટ વચ્ચે વર્લ્ડ બેંકના પ્રખુખે રાજીનામું આપ્યું

  • વિશ્ર્વ બેંકના વડા માલપાસ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નજીક હતા.

વોશિગ્ટન,

ડેવિડ મલપાસે જાહેરાત કરી છે કે, તેઓ આબોહવા પરિવર્તન નીતિઓને લઇને રાષ્ટ્રપતિ જો બાઇડનના પ્રસાશનના સાથે અણબનાવ બાદ વિશ્ર્વ બેંકના અધ્યક્ષ પરથી રાજીનામું આપી રહ્યા છે. તેમણે બુધવારના રોજ જણાવ્યું હતું કે, તેઓ પોતાના પાંચ વર્ષના કાર્યકાળ દસ મહિના પહેલા જૂનમાં આંતરરાષ્ટ્રીય વિકાસ સંસ્થા છોડી દેશે.

નોંધપાત્ર વાત એ છે કે, તેમણે એવા સમયે રાજીનામું આપવાની જાહેરાત કરી છે, જ્યારે વિશ્ર્વના ઘણા દેશો ગંભીર નાણાકીય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.વિશ્ર્વ બેંકના વડાની નિમણૂક કરવી તે યુએસ પ્રમુખનો વિશેષાધિકાર છે. બાઇડન માલપાસના અનુગામીની નિમણૂકકરશે. માલપાસ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નજીક હતા, જેમની નિમણૂક ૨૦૧૯ માં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા દ્વારા યંગકિમના પદ છોડ્યા બાદ કરવામાં આવી હતી.

માલપાસે ટ્રમ્પના ૨૦૧૬ની પુન:ચૂંટણી ઝુંબેશમાં કામ કર્યું હતું અને વિશ્ર્વ બેંકમાં જતા પહેલા આંતરરાષ્ટ્રીય બાબતોના ટ્રેઝરી અન્ડરસેક્રેટરીહતા. બાઇડન કરતાં વૈચારિક રીતે ટ્રમ્પની નજીક રહેલા માલપાસે ગયા વર્ષે ન્યુયોર્ક ટાઇમ્સની એક ઇવેન્ટમાં સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો કે,માનવસજત ગ્રીનહાઉસ વાયુઓના પરિણામે વાતાવરણમાં ફેરફાર થયો હતો.

આ વિષય પર ભાર મૂક્તા તેમણે જણાવ્યું હતું કે, હું વૈજ્ઞાનિક નથી. આના પર પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અલ ગોર સહિત અન્ય ઘણા લોકોએ તેમની ટીકા કરી હતી.થોડા દિવસો બાદ માલપાસે યુ-ટર્ન લીધો હતો, વિશ્ર્વ બેંકના સ્ટાફને પત્ર લખ્યો કે, તે સ્પષ્ટ છે કે, માનવ પ્રવૃત્તિઓમાંથી ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન આબોહવા પરિવર્તનનું કારણ બની રહ્યું છે.

વિશ્ર્વ બેંકની તેલ અને ગેસ પ્રોજેક્ટને નાણાં આપવાનું યથાવત રાખવા બદલ ટીકા કરવામાં આવી છે. પોતાના પદ છોડવાના નિર્ણયની જાહેરાત કરતા માલપાસે જણાવ્યું હતું, વિકાસશીલ દેશો સામે અભૂતપૂર્વ કટોકટીનો સામનો કરી રહ્યા છે, મને ગર્વ છે કે, બેંકે કટોકટીનો અસરકારક રીતે જવાબ આપ્યો છે.બેંકે જણાવ્યું હતું કે, માલપાસના નેતૃત્વ હેઠળ, બેંકે વૈશ્ર્વિક કટોકટી, કોરોના મહામારી, યુક્રેનમાં યુદ્ધ, તીવ્ર વૈશ્વિક આર્થીક મંદી, બિનટકાઉ દેવાનો બોજ, આબોહવા પરિવર્તન અને ખોરાક, ખાતર માટે ૪૪૦ બિલિયન ડોલર એકત્ર કર્યા છે.

આ પહેલા માલપાસે રિપબ્લિકન રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગન અને જ્યોર્જ એચડબલ્યુ બુશ સાથે પણ કામ કર્યું હતું. જોકે, ૧૯૯૩માં તેઓ બેરસ્ટર્ન્સ નામની ઇન્વેસ્ટમેન્ટ કંપનીના મુખ્ય અર્થશાી બન્યા હતા, જે ૨૦૦૮ની નાણાકીય કટોકટીમાં પડી ભાંગી હતી. જે બાદ તેમણે પોતાની આર્થીક સલાહકાર પેઢીની સ્થાપના કરી અને સેનેટની ચૂંટણીમાં રિપબ્લિકન નોમિનેશન માટે અસફળ બિડ કરી હતી.