મામા ભાણાને સાથે લઇ ગયા, ચાલુ બાઇકમાં ઊંઘનું ઝોકું આવતા ભાણાનું મોત

મહેસાણા,

મહેસાણા ઊંઝા હાઇવે પર આવેલ ભાંડું પાસે માર્ગ અકસ્માત ની ઘટના સામે આવી છે. જેમાં મામા પોતાની સાળીના ઘરે જતા હતા એ દરમિયાન ભાણા ને પણ સાથે બાઈક પર લઇ ગયા હતા જ્યાં ભાંડું પાસે સ્ટેયરિંગ પર કાબુ ગુમાવતા બાઈક ડિવાઈડર સાથે તકરતા ભાણા ને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું જ્યારે બાઈક ચલાવી રહેલા મામા ને પણ ઇજાઓ થતા તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

મૂળ પાટણ જિલ્લાના સંબોસણ ગામે રહેતા શાંતુંજી ઠાકોર પોતાની બહેન હંસાબેનના ઘરે વડોસણ ખાતે બે દિવસ રહેવા આવ્યા હતા.જ્યાં બહેનના ઘરે જમીને તેઓ દાસજ ગામે રહેતી પોતાની સાળીના ઘરે જવાનું હોવાથી ભાણાને બાઈક લઇ આવવા જાણતા તેઓનો ભણો અજયજી ઠાકોર ગામમાંથી કોઈનું બાઈક લઇ આવ્યો હતો. બાઈક લઇ મામા ભાણા દાસજ મુકામે જઇ રહ્યા હતા.જ્યાં શાંતુંજી ઠાકોર બાઈક ચલાવી રહ્યા હતા તેમજ તેઓનો ભણો અજય બાઈક પાછળ બેઠો હતો જ્યાં મહેસાણા થઈ ભાંડું નજીક જતા જ પાછળ બેસેલા ભાણા ને ચાલુ બાઈકે ડોલું આવી જતા બાઈક ચાલક મામાએ સ્ટેયરિંગ પર કાબુ ગુમાવી દેતા રોડ પર આવેલ ડિવાઈડર સાથે બાઈક તકરતા અકસ્માત સર્જાયો હતો.

સમગ્ર અકસ્માત માં બાઈક ચાલક મામાના માથાના ભાગે થતા જમણા હાથે ખભાના ભાગેથી ઇજાઓ થતા હાથ ભાગી ગયો હતો.તેમજ શરીરે ઇજાઓ થઈ તેમજ બાઈક પાછળ બેસેલા ભાણાને રોડ પર પટકાતા તેઓનું ઘટના સ્થળેજ મોત નીપજ્યું.સમગ્ર મામલે સ્થાનિક લોકોર ૧૦૮ને જાણ કરતા એમ્બ્યુલન્સ દોડી આવી હતી તેમજ ઇજાઓ પામેલા બે લોકોને મહેસાણા સિવિલ લાવામાં આવ્યા હતા. ઘટનામાં ઇજા પામેલા બે ભાન થઈ ગયેલા મામા જ્યારે હોસમાં આવ્યા ત્યારે તેઓને જાણ થઈ કે અકસ્માતમાં પોતાના ભાણા ને ઇજાઓ થતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ત્યારે ઘટના પગલે પરિવાર શોકમય બન્યો છે.