હવે મહિલા ટી૨૦ વર્લ્ડકપમાં સ્પોર્ટ ફિક્સિંગનું ભૂત ધૂણ્યું,બાંગ્લાદેશની ખેલાડીઓની મેચ ફિક્સિંગની ઓડિયો કિલપ વાયરલ

ઢાકા,

આઈસીસી મહિલા ટી૨૦ વર્લ્ડ કપનું આયોજન સાઉથ આફ્રિકામાં થવા જઈ રહ્યું છે જેમાં બાંગ્લાદેશની ટીમ પણ ભાગ લઈ રહી છે ત્યારે આ ટૂર્નામેન્ટમાં સ્પોટ ફિક્સિંગ સાથે જોડાયેલો એક મામલો સામે આવ્યો છે જેમાં બાંગ્લાદેશની ખેલાડીઓ પર ફિક્સિંગનો આરોપ છે જેની એક ઓડિયો કિલપ વાયરલ થઈ છે તેમાં બાંગ્લાદેશની એક સિનિયર પ્લેયર તેની ટીમમેટ સાથે ફિક્સિંગ બાબતે વાત કરી રહી છે.

વાયરલ ઓડિયો કિલપમાં બાંગ્લાદેશની બે મહિલા ક્રિકેટરો વાતચીત કરી રહી છે. જેમાંથી એક ખેલાડીનું નામ લતા મંડલ હોવાનું સામે આવી રહ્યું છે જે બાંગ્લાદેશની ટીમ સાથે સાઉથ આફ્રિકામાં છે જયારે બીજી મહિલા ક્રિકેટર શોહેલી અખ્તર છે જે હાલમાં બાંગ્લાદેશમાં છે.

વાયરલ ઓડિયો ટેપ મુજબ શોહેલી અખ્તર લતા મંડલને બુકી દ્રારા ફિક્સિંગની ઓફર કરી હતી. ટી૨૦ વર્લ્ડકપમાં બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ બાદ આ મામલો સામે આવ્યો છે. ઓડિયોમાં સોહેલી કહી રહી છે કે હું કોઈ પણ જબરદસ્તી કરી રહી નથી તમે ઈચ્છો તો રમી શકો છો. તમે નક્કી કરો કે તમે કયા મેચમાં ફિક્સિંગ કરવા માગો છો જો તમે ફિક્સિંગ કરવા નથી માગતા તો પણ કોઈ જ વાંધો નહીં જો તમે એક મેચ સારી રીતે રમો છો તો બીજા મેચમાં સ્ટમ્પિંગ કે હિટ વિકેટથી આઉટ થઈ શકો છો. ત્યારે આ વાતના જવાબમાં લતા મંડલે કહ્યું ના મિત્ર હુ આ બાબતોમાં સામેલ નથી મહેરબાની કરીને મને આવી બાબતોની જાણ ન કરો હું આવું કયારેય કરી શકીશ નહીં હું તમને અનુરોધ કરું છું કે તમે મને આવી વાતો ન જણાવો ત્યારબાદ લતાએ આ બાબતની ફરિયાદ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ અને ટીમ મેનેજમેન્ટને કરી હતી. બીસીબીના સીઈઓ ક્રિકેટ ઈન્ફોને જણાવ્યું હતું કે, આઈસીસીનું એન્ટી કરપ્શન યુનિટ આ બાબતોની તપાસ કરે છે આ બીબીસીની તપાસનો વિષય નથી આ એક ખુબજ સંવેદનશીલ બાબત છે જેની અમે કોઈ જ પ્રતિક્રિયા આપી શકીએ નહીં.

ઢાકાના ન્યુઝ આઉટલેટ જમુના ટીવીએ જાહેર કરેલ વાયરલ ઓડિયો કિલપ બાબતે શોહેલી અખ્તરે પોતાના બચાવમાં પ્રતિક્રિયા આપી કે જમુના ટીવીએ મને ફોન કર્યેા ત્યારે મે જે સાચુ હતું એ જણાવ્યું પરંતુ જેવી તેમણે મારી વાત કાપી ત્યારે મારા માટે મુશ્કેલી વધી ગઈ તેમણે મને પૂછયું કે શું હું કોઈ ખેલાડી અને બુકીનો સંપર્ક કરી રહી છું ત્યારે મે ના પાડી પરંતુ પછી તેમણે પૂછયું કે શું મે કોઈ રાષ્ટર્રીય ક્રિકેટરનો સંપર્ક કર્યો છે? ત્યારે મે સાચુ કહ્યું હતું. શોહેલીએ જણાવ્યું હતું કે, તે બે દિવસ પહેલા એક ફેસબુક ફ્રેન્ડને મળી અને તેમણે કહ્યું કે, તમે એશિયા કપમાં શ્રીલંકાથી હારી ગયા અને પછી અહીં વિશ્ર્વકપમાં શ્રીલંકાથી હારી ગયા આથી મને લાગે છે કે તમારા ખેલાડીઓ ફિક્સિંગ કરી રહ્યા છે. મે તેમને કહ્યું કે અમારા ખેલાડીઓ, એવું કોઈ જ કાર્ય કરી રહ્યા નથી કારણ કે અમે મેચ જીતવા માટે ખુબજ ઉત્સુક છીએ. જો તમે મને મેચ ફિક્સ કરવાનું કહેશો તો હું ચોક્કસપણે ના પાડીશ કારણ કે હું મારા દેશ સાથે વિશ્ર્વાસઘાત કરી શકીશ નહીં. આથી તે ફેસબુક ફ્રેન્ડને ગુસ્સો આવ્યો મે તેને કહ્યું કે અમે ગમે તેટલી પ્રપોઝલ આપો અમે કોઈપણ તેનો સ્વિકાર કરીશું નહીં ત્યારબાદ તેમણે મને કહ્યું કે જો કોઈ પુરાવો જોઈએ તો હું આપી શકું છું. મને એક ખેલાડીને પુછવા દો તે તરત જ ના પાડી દેશે આથી તેને બતાવવા માટે જો લતા મંડલેને ફિક્સિંગ માટે પૂછયું હતું જે મારી સૌથી મોટી ભુલ હતી.