માર્ગ અને મકાન વિભાગનો દે.બારીયા શહેર માંથી પસાર થતા રોડને બનાવવા માટે કોણ આદેશ કરશે પણ ખરાં ???

દે.બારીયા,

દે.બારીયા શહેર માંથી પસાર થતા રોડને બનતા લગભગ 7-8 વર્ષ થયા હોવા છતાં નવો રોડ કેમ બનાવવા માટે માર્ગ અને મકાન વિભાગને વિચાર આવતો નથી. કયાં સુધી વાહન ચાલકોને રાહ દેખવી પડશે વાહનોને માલીકો રોડ ટેકસ ભરતા હોય છે. તો તેમને તેવી રોડની સુવિધા કેમ આપવામાં આવતી નથી.

પ્રાપ્ત માહિતી અનુસાર દે.બારીયા માંથી પાવાગઢ વડોદરા-મુંબઈ સુધી જતા વાહન ચાલકોમાં રોડનો ઉપયોગ કરતા હોય છે. જેથી માર્ગ અને મકાન વિભાગ તળે આવતો રોડ 7 થી 8 વર્ષ જુનો છે. તો તેને હવે નવો બનાવવા માટે કોણ આદેશ જારી કરશે પણ ખરાં. પાવાગઢના યાત્રાળુઓ માટે અને રથ યાત્રાળુઓ માટે આ ઉબડ ખાબડ રોડ માથાના દુ:ખાવા સમાન સાબિત થાય છે. ભે દરવાજા બજારમાં મસમોટા ખાડાના કારણે કોઈ માર્ગ દુર્ધટના થશે અથવા કોઈ મોટો ટ્રોલ રેતી ભરેલો પલ્ટી ખાશે ત્યારે માર્ગ વિભાગ જાગશે ? તે યક્ષ પ્રશ્ર્ન છે. હવે તો સમારકાર્ય થીંગડા થાંગળીથી કામ નહી ચાલે તે કાર્યપાલક આ રોડ ઉપર જાતે તપાસ કરવા માટે આવશે ખરાં ? કે પછી ચેમ્બરમાં બેસીને સર્વે કરાશે. તે મોટો સવાલ ઉપસ્થિત થયો છે.