દાહોદ શહેરની દુધમતી નદીની સ્વચ્છતા માટે લાખો રૂપીયા ફાળવવા છતાં નદીમાં ઉભરાતી ગંદકી માટે જવાબદાર કોણ…?

  • દાહોદ શહેરમાં આવેલ દુધીમતી નદી ભુતકાળમાં દાહોદવાસીઓ માટે ખુબ જ ઉપયોગી હતી.
  • દૂધીમતી નદીની સફાઈ માટે નગર પાલિકા દ્વારા કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે પરંતુ દરેક વખતે તેમાં દેખાવ પૂરતું કામ ચાલુ કરી રૂપિયા ક્યાં ચાઉં થઈ જાય તે પણ એક વિચાર કરવા જેવો પ્રશ્ર્ન છે.
  • સરકારશ્રી દ્વારા કરોડો રૂપિયા સફાઈ માટે ફાળવવામાં આવે છે, પરંતુ કોઈ પણ જગ્યા પર સફાઈ કામ જોવા મળતું નથી.
  • દાહોદ શહેરમાં સફાઈ કામ માટે સફાઈ કામદાર, મકરદમ, ત્યાર બાદ તેમના ઉપર એક સરકારી બાબુ હોવા છતાં સફાઈ કામમા કોઈ રીઝલ્ટ મળતું નથી. શહેરમાં જ્યાં જુવો ત્યાં કચરાના ઢગલાં અને ખાલી ફોટા પડાવવાના.
  • સફાઈ પાછળ કરોડોના ધુમાડા પછી પણ દાહોદની પતિત પાવન દુધીમતી નદી મેલી રહી તે માટે જવાબદાર કોણ ?

દાહોદ,

પુરાતનકાળના ઈતિહાસ સાથે જોડાયેલી દાહોદની અતિ પાવન અને પૂર્વાભિમુખ દુધીમતી નદીની સફાઈ પાછળ દાહોદ નગર પાલિકાના સત્તાધીશોએ આજદિન સુધીમાં કરોડો રૂપિયાનો ધુમાડો કરી દીધો છતા ગંગા સમાન દુધીમતી ન દી દાહોદ પાલિકાના આજદિન સુધીના સત્તાધીશોની બેદરકારી કારણે આજે પણ મેલી રહી જવા પામી છે અને રોજેરોજ આખા ગામની ગટરોના દુર્ગંધ મારતા પાણી નદીમાં ઠાલવીને આ પવિત્ર નદીને ગટર ગંગા બનાવી દેતા આ પાવન નદી મચ્છરોનું ઉદ્રવ સ્થાન બની જતા નદીના આસપાસના વિસ્તારોમાં મચ્છરનો ઉપદ્રવ ચરમ સીમાએ પહોંચી જતા આસપાસના વિસ્તારોમાં રહેતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. દાહોદની પતિત પાવન એવી દુધીમતી નદી ભુતકાળમાં દાહોદવાસીઓ માટે ખુબ જ ઉપયોગી સાબિત થતી હતી અને પવિત્ર શ્રાવણ માસમાં આ પાવન નદીમાં સ્નાન કરી દાહોદવાસીઓ ધન્યતા અનુભવતા હતા. જ્યારે આજે સ્થાનિક સત્તાધીશોના પ્રતાપે ગટર ગંગા બની ગયેલી દુધીમતી નદીમાં પુજાપાનો સામાન તથા દેવી-દેવતાઓને ચડાવેલા ફુલ પધરાવતા પણ હૈયુ દ્રવી ઉઠે છે. આ દુધીમતીની દુર્દશા માટે નગપર પાલિકાના શાસકોની સાથે સાથે સફાઈ કામ, માટી બહાર કાઢી અન્ય સ્થળે નાખવાના કામનો કોન્ટ્રાક્ટ લેનારા કોન્ટ્રાક્ટરો પણ જવાબદાર છે. કારણ કે, કામ કર્યા વિના જ પૈસા લેવાઈ ગયા. આ સાથે સાથે નદીની દુર્દશા માટે દાહોદવાસીઓનું આ મામલે મોૈન પણ એટલું જ જવાબદાર છે. હાલ તો આ કહેવાતી પવિત્ર પાવન દુધીમતી નદીના સ્માર્ટ સીટી અંતર્ગત બ્યુટીફીકેશનના મામલે સત્તાધીશો દ્વારા દાહોદવાસીઓને હથેળીમાં ચાંદ બતાવાઈ રહ્યો છે પણ થાય ત્યારે સમજવું કે થયું કારણ કે નદીનું બ્યુટીફીકેશન વર્ષ ર0ર4 માં પુર્ણ થશે તેવું સાંભળવા મળી રહ્યું છે.