ઝાલોદ,
ઝાલોદ નગરના નાનસલાઈ થી લીમડી જતાં એચ.પી. પેટ્રોલ પંપની સામે મારૂતિ કંપનીની ઇકો ગાડી GJ-06-KD-6029 ના ચાલક દ્વારા ગફલત રીતે પૂરપાટ ગાડી ચલાવતા ફરિયાદી જીતુભાઇની મોટર સાયકલ GJ-20-H-2310 તેમજ GJ-1-TA-53 ને ટક્કર મારી જીતુભાઈ તથા અર્ચિતને ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નિપજાવી ગાડી સ્થળ પર મૂકી નાશી ગયેલ છે. આ અંગે કાળુભાઈ બચુભાઈ ડામોર દ્વારા ઝાલોદ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઇકો ચાલાક વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે.