મુંબઈ: કુર્લાના કોહિનૂર સિટી વિસ્તારમાં આવેલી બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, એક મહિલાનું મોત

મુંબઈ,

મુંબઈમાં રહેણાંક મકાનમાં લાગેલી આગમાં એક વૃદ્ધ મહિલાના મોતના થયું છે. ઘટના મુંબઈના કુર્લા વિસ્તારની છે જ્યાં બુધવારે એક ૧૩ માળની ઈમારતમાં આગ લાગી હતી. કુર્લાના કોહિનૂર સિટી વિસ્તારમાં આવેલી આ બિલ્ડીંગમાં લાગેલી આગને કારણે અનેક માળ પર ધુમાડો ભરાઈ ગયો હતો, જેના કારણે લોકો બિલ્ડીંગમાં જ ફસાઈ ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી, લોકોને છત પર લઈ જઈને એકઠા કર્યા અને ત્યાંથી તેમને બચાવી લેવાયા.

આગ બિલ્ડીંગના ૪થા માળથી ૧૦મા માળે લાગી હતી. બિલ્ડિંગમાં આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આગને કારણે એક મહિલાનું મોત થયું છે. મહિલાની ઓળખ શકુંતલા રામાણી તરીકે થઈ છે. રેસ્ક્યુ ટીમ મહિલાને નજીકની રાજાવાડી હોસ્પિટલમાં લઈ ગઈ, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી. સવારે લગભગ ૭ વાગ્યે બિલ્ડિંગમાં આગ લાગી હતી. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની અનેક ટીમો ચાર ફાયર એન્જિન સાથે ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી હતી.