પલામૂ,
મહાશિવરાત્રિને લઇને પલામૂના પાંકી બજારમાં એક તોરણને લઇને વિવાદ થઈ ગયો. આ તોરણને લઇને ૨ પક્ષોમાં ભારે પથ્થરમારો થયો છે. મસ્જિદમાંથી પથ્થર ફેંકવામાં આવ્યાં છે, તે પછી બીજા પક્ષે મસ્જિક ઉપર પથ્થર ફેંક્યાં. અનેક દુકાનોમાં તોડફોડ કરવામાં આવી. આ પથ્થરબાજીમાં પોલીસ કર્મચારીઓ પણ ઘાયલ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે.પાંકીમાં ધારા ૧૪૪ લાગૂ કરી દેવામાં આવી છે. પલામૂના પાંકી બજાર વિસ્તારમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.
પાંકી બજાર આખું બંધ કરી દેવામાં આવ્યું છે. રસ્તા ઉપર પથ્થર પડેલાં જોવા મળે છે, એક પક્ષના લોકોના જણાવ્યા પ્રમાણે તોરણ લગાવ્યા પછી બીજા પક્ષે જબરદસ્તી તેને ફેંકી દીધું. તે પછી વિરોધ કરવામાં આવ્યો ત્યારે પથ્થરમારો શરૂ થઈ ગયો.
મસ્જિદમાંથી પથ્થર ફેંકવામાં આવ્યાં. પથ્થરમારો એટલો ભાયનક હતો કે તેનો અંદાજો રસ્તા ઉપર પડેલાં પથ્થરોથી લગાવી શકાય છે. બંને બાજુ જોરદાર પથ્થરમારો થયો. નોંધનીય છે કે પેટ્રોલ બોમ્બથી પણ હુમલો કરવામાં આવ્યો. મસ્જિદની બહાર રહેલી દુકાનોમાં આગ લગાવી દેવામાં આવી. જોકે, પેટ્રોલ બોમ્બની પુષ્ટિ પોલીસે કરી નથી.એક પક્ષે મસ્જિદની બહાર દુકાનોમાં પણ આગ લગાવી છે. ઘટનાસ્થળે પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે.
એસપી ચંદન કુમાર સિન્હા અને ડેપ્યુટી કમિશનર આંજનેયુલૂ દોડ્ડૈ તરત ઘટના સ્થળે પહોંચ્યા અને પરિસ્થિતિ ઉપર નિયંત્રણ મેળવવાની કોશિશ કરી. ત્રણથી ચાર પોલીસ સ્ટેનશનમાંથી ફોર્સ બોલાવવામાં આવી. સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે. એસપીના જણાવ્યા પ્રમાણે મહાશિવરાત્રિને લઇને તોરણ બનાવવામાં આવી રહ્યા હતાં. તેને લઇને બંને પક્ષમાં વિવાદ થયો. આ સમયે મામલો શાંત કરાવવામાં આવ્યો છે. પોલીસ કાર્યવાહી કરી રહી છે.
આ આખા વિવાદ પછી બુધવારે વિસ્તારમાં ધારા ૧૪૪ લાગૂ કરી દેવામાં આવી છે. પોલીસ આ આખા વિસ્તાર ઉપર નજર કરી રહી છે અને મામલાને શાંત કરાવવામાં આવી રહ્યો છે. બીજી બાજુ તોરણને લઇને હજુ પણ તણાવ છે. પ્રશાસન બંને પક્ષ સાથે વાત કરીને મામલો શાંત કરવાની કોશિશ કરી રહી છે.