2 સિલિન્ડર , દીકરીને ૫૦ હજાર અને મફત શિક્ષણ, મેધાલયમાં ભાજપનો ચૂંટણી ઢંઢેરો

શિમલા,

મેઘાલય વિધાનસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. આ અંગે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા દ્વારા બુધવારના રોજ ઇલેક્શન મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો છે. આ દરમિયાન તેમણે પત્રકાર પરિષદનું પણ આયોજન કર્યું હતું. જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે, મેઘાલય માટે મેનિફેસ્ટો રજૂ કરતાં મને આનંદ થાય છે. મેઘાલય સંસ્કૃતિ અને પરંપરાઓથી સમૃદ્ધ રાજ્ય છે. રાજ્યમાં સમૃદ્ધિનો ઘણો અવકાશ છે અને અમે ભાજપના નેતૃત્વમાં તેને નવી ઊંચાઈઓ પર લઈ જઈશું.

જેપી નડ્ડાએ વધુમાં કહ્યું કે વિકાસ માટે પૂર્વોત્તર રાજ્યો વચ્ચે સ્પર્ધા છે અને મેઘાલય પણ તેનો સામનો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે, ભ્રષ્ટાચાર રાજ્યના વિકાસમાં અવરોધરૂપ બની રહ્યો છે. ’મેગા મેઘાલય’ માટે આકાંક્ષા જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે, ઝડપ, સ્કેલ અને કૌશલ્ય એ ત્રણ પાસાઓ છે, જેને સારી રીતે મેનેજ કરવા જોઈએ. અમારે રાજ્ય માટે મોટું સ્વપ્ન જોવાનું છે – અમે ’મેડ’ની ઇચ્છા રાખીએ છીએ. આપણને મજબૂત મેઘાલયની જરૂર છે, જે મજબૂત ભાજપથી જ શક્ય છે.

જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે, ભાજપે મેઘાલયમાં ૭મું પગાર પંચ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત અમે ખેડૂતોના લાભ માટે પીએમ-ક્સિાન સન્માન નિધિ યોજના હેઠળ વાર્ષિક નાણાકીય સહાયને વધારીને રૂપિયા ૨,૦૦૦ કરીશું.

જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે, કન્યા માટે એક યોજના શરૂ કરવામાં આવશે. આ અંતર્ગત છોકરીના જન્મ પર ૫૦,૦૦૦ રૂપિયાના બોન્ડ આપવામાં આવશે. તેમને કેજીથી ગ્રેજ્યુએશન સુધીનું શિક્ષણ મફત આપવામાં આવશે. બે મફત ગેસ સિલિન્ડરની જાહેરાત આ ઉપરાંત ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને વાર્ષિક ૨ મફત એલપીજી સિલિન્ડર આપવાની જાહેરાત જાહેરનામામાં કરવામાં આવી છે.

જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે, યુવા સશક્તિકરણ માટે સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની સ્થાપના કરવામાં આવશે અને રોજગારીની તકો વધારવા માટે અનેક ઔદ્યોગિક એકમોની સ્થાપના કરવામાં આવશે. જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં વાર્ષિક નાણાકીય સહાય આપવાની યોજના શરૂ કરવામાં આવશે. આ અંતર્ગત ભૂમિહીન ખેડૂતોને ૩,૦૦૦ રૂપિયા અને માછીમારોને ૬,૦૦૦ રૂપિયાની વાર્ષિક આર્થિક  સહાય આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.