પંચમહાલ જિલ્લા કલેકટર અમિત અરોરા દ્વારા ફરીવાર સામાન્ય વ્યક્તિની મદદ કરવામાં આવી હતી,જેમાં ગોધરાના પરવડી પાસે થયેલા અકસ્માતમાં ગંભીર ઇજા પામેલા બાઇક ચાલકને પોતાની કારમાં જિલ્લા કલેકટર દ્વારા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
જેમાં ગોધરા પરવડી નજીક ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત થતા બાઈકચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો,ત્યારે જિલ્લા કલેકટર તે વેળાએ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને તેઓની નજર પડતાં તેઓએ પોતાની કારમાં ઇજાગ્રસ્ત વ્યક્તિને બેસાડી ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયો હતો, અગાઉ પણ જિલ્લા કલેકટર અમિત અરોરા આ પ્રકારે ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે પહોચાડી ચૂક્યા છે, બીજી તરફ લોકો જિલ્લા કલેકટર ના આ કાર્યને બિરદાવી રહ્યા છે.