બોલિવુડના દિગ્ગજ એક્ટર અનુપમ ખેરે હાલમાં જ સોશિયલ મીડિયા પર ફેન્સને જાણકારી આપી હતી કે તે મુંબઈથી પૂણેની મુસાફરી કરી રહ્યો છે. આ દરમિયાન તેણે ફેન્સને જણાવ્યું હતું કે, આ યાત્રામાં સેશન કરવા જઇ રહ્યો છે, જેમાં કોઈ પણ તેમને સવાલ પૂછી શકે છે. અનુપમ ખેર આ ટ્વીટ બાદ ફેન્સે તેમના પર સવાલોનો વરસાદ કરી દીધો. અનુપમ ખેરે પણ યુઝર્સના ઘણા સવાલોના પોતાના અંદાજમાં જવાબ આપ્યો. આ સેશન દરમિયાન જ્યારે એક યુઝરે અનુપમ ખેરને પઠાણને લઈને સવાલ કર્યો તો એક્ટરે પણ નીડરતાથી જવાબ આપ્યો.
એક યુઝરે લખ્યું કે, ‘સર, પઠાણ ફિલ્મને એક શબ્દમાં શું કહેશો?’ આ ટ્વીટનો જવાબ આપતા અનુપમ ખેરે ફિલ્મને બ્લોકબસ્ટર બતાવી. તો જ્યારે એક યુઝરે પૂછ્યું કે, શું તમે શાહરુખ ખાન સાથે કામ કરવા માગો છો? તેના પર અનુપમ ખેરે લખ્યું કે, ‘કેમ નહીં? મને હંમેશાં તેની સાથે કામ કરવાનું સારું લાગે છે.’ એ સિવાય એક યુઝરે પૂછ્યું કે, ધ કાશ્મીર ફાઇલ્સની જેમ દિલ્હી ફાઇલ્સ ક્યારે લાવી રહ્યા છો? તેના પર તેમણે કહ્યું કે, આ સવાલ વિવેક અગ્નિહોત્રીને પુછવો જોઈએ.
તો એક યુઝરે અનુપમ ખેરને પૂછ્યું કે, સર પઠાણની સક્સેસ અને શાહરુખ ખાનની પરફોર્મન્સ પર તમારું શું રીએક્શન છે? તેના જવાબમાં તેમણે કહ્યું કે, ‘મેં અત્યાર સુધી ફિલ્મ જોઈ નથી કેમ કે પોતાની નાનકડી ફિલ્મ ‘શિવ શાી બલબોઆ’ના પ્રમોશનમાં વ્યસ્ત હતો. હું ખૂબ જ જલદી પઠાણ જોઈશ.’
શાહરુખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ બોક્સ ઓફિસ સતત કમાણી કરી રહી છે. આ ફિલ્મ અત્યાર સુધી આખી દુનિયામાં ૯૦૧ કરોડ રૂપિયાની કમાણી કરી ચૂકી છે. એમ માનવામાં આવી રહ્યું છે કે, આગામી થોડા દિવસોમાં ફિલ્મ ૧,૦૦૦ કરોડના ક્લબમાં સામે થઇ જશે.
શાહરૂખ ખાન અને અનુપમ ખેર એક સાથે ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. બંને એક સાથે ઘણી સુપરહિટ ફિલ્મોનો હિસ્સો રહ્યા છે. ફિલ્મ ‘પઠાણ’ની વાત કરીએ તો આ ફિલ્મે બોલ્સ ઓફિસ પર અત્યાર સુધી ઘણા રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે. શાહરુખ ખાનની આ ફિલ્મ બોલિવુડની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. તો આ ફિલ્મ ‘બાહુબલી ૨’ના રેકોર્ડને જલદી જ તોડીને હિન્દી ભાષામાં સૌથી વધુ કલેક્શન કરનારી ફિલ્મ બની શકે છે. ઉલ્લેખનીય છે કે, બાહુબલી ૨એ હિન્દી પટ્ટીમાં ૫૧૦ કરોડનો બિઝનેસ કરી ઇતિહાસ રાંચી દીધો હતો. એસએસ રાજામૌલીની આ ફિલ્મને જોવા માટે દર્શક સિનેમાઘરોમાં તૂટી પડ્યા હતા.