બુંદેલખંડને અલગ રાજય બનાવવામાં આવે : ભાજપ સાંસદની માંગ

નવીદિલ્હી,

ઉત્તરપ્રદેશ મધ્યપ્રદેશથી જોડાયેલ બુંદેલખંડના જીલ્લાને અલગ કરી નવું બુંદેલખંડ રાજય બનાવવાની માંગ દાયકા જુની છે.હવે ઉત્તરપ્રદેશના હમીરપુર લોકસભા ક્ષેત્રના ભાજપ સાંસદ કુંવર પુષ્પેન્દ્ર સિંહ ચંદેલે સરકારને અલગ બુંદેલખંડ રાજયની રચના કરવાની માંગ કરી દીધી છે.

લોકસભામાં ઝીરો અવર દરમિયાન ભાજપ સાંસદ ચંદેલે બંન્ને રાજયોથી જોડાયેલ બુંદેલખંડના હિસ્સાને અલગ કરી એક નવું બુંદેલખંડ રાજયની રચનાની માંગ કરતા કહ્યું કે બુંદેલખંડ એક વિશેષ પ્રકારનો વિસ્તાર છે જેની પોતાની એક અલગ સંસ્કૃતિ છે.તેમણે કહ્યું કે બુંદેલખંડને ફકત જમીનનો એક ટુકડો ન સમજી તેને એક નવું રાજય બનાવવામાં આવે.

તેમણે અલગ રાજયની માંગને દોહરાવતા કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ઇચ્છ અનુસાર આ વિસ્તારના વિકાસ માટે બુંદેલખંડને અલગ રાજય બનાવવી જોઇએ જેથી તે વિસ્તારમાં અર્ગોનિક ખેતી,રોજગાર,પર્યટન સંસ્કૃતિ અને ધાર્મિક ક્ષેત્રોને પ્રોત્સાહન મળે.

ભાજપ સાંસદે બુંદેલખંડમાં ચલાવવામાં આવી રહેલ વિકાસ યોજનાઓને લઇ કેન્દ્ર સરકાર અને રાજય સરકારના કામકાજની પણ પ્રશંસા કરતા કહ્યું કે બુંદેલખંડમાં ડિફેંસ કોરિડોર બની રહ્યો છે એકસપ્રેસ વે બન્યો છે.રિવર લિકિંગ પરિયોજના પર કામ થઇ રહ્યું છે સિંચાઇ અને પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.

તેમણે કહ્યું કે આકાંક્ષી વિસ્તારમાં સામેલ થવાને કારણે સરકારની યોજનાઓનો વધુમાં વધુ લાભ બુંદેલખંડને મળી રહ્યો છે.તેના માટે તે કેન્દ્ર અને પ્રદેશ સરકારના આભારી છીએ પરંતુ આ સાથે જ તેમણે તમામ સમસ્યાઓ અને માંગોનો ઉલ્લેખ કરતા એક નવું રાજય બુંદેલખંડ બનાવવાની માંગ પણ કરી હતી.