મુખ્યમંત્રી નીતીશકુમારના કાફલા માટે કલાકો સુધી એમ્બ્યુલન્સ રોકવામાં આવી

સાસારામ,

બિહારના સાસારામમાં મુખ્યમંત્રી નીતીશકુમાર પોતાની સમાધાન યાત્રા માટે પહોંચ્યા હતાં પરંતુ આ વચ્ચે એક એવી ધટના બની જેનાથી સંવેદનાઓને ધ્રુજી ઉઠી છે.હકીકતમાં મુખ્યમંત્રી નીતીશકુમારનો કાફલો સાસારામ આરા પથ પર લગભગ એક કલાકથી વધુ સમય સુધી સાસારામના મોકરની પાસે બંધ કરી રાખવામાં આવી આ દરમિયાન સેંકડો ગાડીઓ કલાકો સુધી ફસાઇ ગઇ મોટી વાત એ છે કે આ દરમિયાન એક એમ્બ્યુલન્સ પણ બ્રેન હેમરેજની એક મહિલા દર્દીને લઇ ફસાયેલી રહી પરંતુ કોઇએ તેને રસ્તા આપવાની જહેમત ઉઠાવી નહીં.

મળતી માહિતી અનુસાર નોખાથી સાસારામ તરફથી એક દર્દીને લઇ એમ્બ્યુલન્સ જઇ રહી હતી જેને મોકર ગામની પાસે રોકી દેવામાં આવી કલાકો સુધી દર્દી અને તેના પરિવારજનો પરેશાન થઇ ગયા હતાં આ દરમિયાન એમ્બ્યુલન્સની સાયરન વાગતી રહી પરંતુ કોઇ અધિકારી કે પોલીસ કર્મચારીએ તેને રસ્તા આપવાનો પ્રયાસ પણ કર્યો નહીં ખુબ વિલંબ થયા બાદ જયારે મુખ્યમંત્રીનો કાફલો પસાર થયો ત્યારબાદ જ એમ્યુલન્સને જવા દેવામાં આવી આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન દર્દીનો જીવ ખતરામાં પડી ગયો હતો.

એ યાદ રહે કે ટ્રાફિક નિયમોમાં કોઇ પણ વીવીઆઇપી પ્રોટોકોલ દરમિયાન ટ્રાફિકમાં એમ્બ્યુલન્સને રોકવાની જોગવાઇ નથી ખાસ કરીને જો એમ્યુલન્સમાં કોઇ ગંભીર દર્દી હોય તો તેને સૌથી પહેલા રસ્તો આપવામાં આવે પરંતુ અહીં પ્રશાસનના અધિકારીઓએ મુખ્યમંત્રીના કાફલાને મહત્વ આપ્યું હતું.