“સ્વસ્થ મન સ્વસ્થ ધર” ઉજવણીના ભાગરૂપે 14 ફેબ્રુઆરીના રોજ સાયકલેથોન રેલીનું આયોજન ગરબાડાના આરોગ્ય કર્મીઓ દ્વારા કરવામાં આવ્યું

ગરબાડા,

રાજ્ય સરકારની સૂચના અનુસાર તેમજ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.શિલ્પા યાદવ, જિલ્લા ક્વોલિટી એસ્યોરન્સ મેડિકલ ઓફિસર ડો. રાકેશ વહોનીયા અને તાલુકા આરોગ્ય અધિકારી ડો.ડાભીના માર્ગ દર્શન હેઠળ ગરબાડા તાલુકાના વિવિધ 31 હેલ્થ અને વેલનેશ સેન્ટર અને 10 પી.એચ.સી ખાતે સાયકલેથોન રેલીનું આયોજન કરવામાં આવ્યું. જેમાં સાયકલ ચલાવવા થી થતા ફાયદાઓ જેવા કે…. (1) હદયની બીમારી થી બચાવે, (2) છેકોલેસ્ટ્રોલ ઘટાડે છે, (3) વજન ઓછું કરવામાં મદદ રૂપ છે, (4)તણાવ ઓછો કરે છે, (5) સાંધાના દુખાવામાં રાહત રહે છે, (6) ઊંઘ પણ સારી આવે છે, (7) હેપ્પી હોર્મોન રિલીઝ કરે છે, (8) પેટ્રોલની પણ બચત કરે છે અને સ્વાથ્ય પણ સારૂં રાખે છે. આમ, તેના પ્રચાર પ્રસાર અર્થે અને લોકોમાં જાગૃતિ આવે તેના ભાગરૂપે આરોગ્ય વિભાગ દ્વારા સાયકલ રેલી યોજવામાં આવી.