શહેરા સ્વામિનારાયણ મંંદિર ખાતે 24 મો પાટોત્સવની ઉજવણી કરાઈ

શહેરા,

શહેરા સ્વામિનારાયણ મંદિર ખાતે 24 મો પાટોત્સવની ઉજવણી સંતો દ્વારા મહાપૂજા ઘનશ્યામ મહારાજનો અભિષેક તેમજ અન્નકૂટ અને આરતી કરીને કરાઈ હતી. મંદિર ખાતે હરી ભક્તોએ સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા સાથે સત્સંગ સભા અને મહાપ્રસાદીનો લ્હાવો લીધો હતો.

શહેરા નગરમાં હોળી ચકલા વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરનો 24 મો પાટોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવાયો હતો.અમદાવાદ કાલુપુર નરનારાયણ દેવના આચાર્ય મહારાજ કૌશલેન્દ્ર પ્રસાદ મહારાજ આજ્ઞાથી નરનારાયણ નવ યુવક મંડળ દ્વારા પાટોત્સવનું આયોજન કરવામાં આવતા મંદિર ખાતે સંત હરિસ્વરૂપદાસજી સ્વામી, મુની સ્વામી, વાસુદેવ સ્વામી દ્વારા મહાપુજા તેમજ ઘનશ્યામ મહારાજનો અભિષેક ત્યારબાદ અન્નકૂટ ધરાવવામાં આવ્યા બાદ મહા આરતી કરવામાં આવી હતી. મંદિર ખાતે તાલુકા પંથક માંથી તેમજ અન્ય ગામો માંથી આવેલા હરિભક્તોએ ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા સાથે સત્સંગ સભા અને મહાપ્રસાદીનો લ્હાવો લીધો હતો.