ગોધરાના હમીરપુર રોડ વકાર બેકરી બાજુ 4 ઈસમોએ ભાગીદારીના ધંધાના પૈસા લેવા મારામારી કરતાં ફરિયાદ

ગોધરા,

ગોધરા હમીરપુર રોડ વકાર બેકરીની બાજુમાં રહેતા ફરિયાદીના ધરે ચાર ઈસમો ગાળો આપી ત્રણ વર્ષ પહેલા પેપ્સીનો ધંધો ભાગીદારમાં કરેલ તેના પૈસા લેવાના બાકી છે. તેમ કહી લાકડી વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ.

વિસ્તૃત વિગતો પ્રમાણે ગોધરાના હમીરપુર રોડ વકાર બેકરીની બાજુમાં રહેતા ઈસ્માઈલ સાદિક બુઢાના ધરે આરોપીઓ અશરફ સલીમ ખરાદી, સોયેલ સલીમ ખરાદી, આસીફ મોહમંદ સમોલ, મુજસીમ મોહમંદ સમોલ આવીને ગાળો આપી હતી અને જાફર કયાં છે. તેની સાથે ત્રણ વર્ષ પહેલા પેપ્સીનો ધંધો ભાગીદારીમાં કરેલ તેના પૈસા લેવાના નિકળે છે. તેમ કહી ગાળો આપતાં ગાળો બોલવાની ના પાડતાં આરોપી અશરફ ઉશ્કેરાઈ જઈ લોખંડની પાઈપ મોસીન સિદ્દીક બુંઢાને માથામાં મારી તેમજ અન્ય ઈસમે હલીમ દાઈને હાથમાં લાકડીનો ફટકો મારી ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતાં આરોપી ઈસમો વિરૂદ્ધ બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.