ગોધરાની શ્રેયા મૌલિન શુકલ ને ઉત્કૃષ્ટ પ્રતિભા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા

ગોધરા,

ગોધરા શહેરના રહેવાસી અને રાજય પારિતોષિક વિજેતા શિક્ષક અને હાસ્ય કલાકાર એવા દિવાકર શુકલના પુત્રવધૂ શ્રેયા મૌલિન શુકલને તા.12 ફેબ્રુઆરી 2023ના રોજ વડોદરા ખાતે ત્રિવેદી મેવાડા કેળવણી મંડળ, વડોદરા દ્વારા ઉત્કૃષ્ટ પ્રતિભા એવોર્ડથી સન્માનિત કરાયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, કાર્યક્મ દરમ્યાન શ્રેયાબેને વ્યસન એટલે વિનાશ વિષય પર એટલૂ હદયસ્પર્શી વકતવ્ય રજૂ કરેલ કે જેથી પ્રેરિત થઈને એક વ્યક્તિ એ ત્યાજ વ્યસનને તિલાંજલી આપી દીધી હતી.