
મુંબઇ,
મહિલા પ્રીમિયર લીગ (ડબ્લ્યુપીએલ)ની આજે મુંબઈમાં હરાજી છે. ડબ્લ્યુપીએલની પ્રથમ સીઝન આ વર્ષે ૪ થી ૨૬ માર્ચ દરમિયાન યોજાશે.જેમાં ૪૪૮ ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. યુપી વોરિયર્સે સૌથી વધુ ૧૦ ખેલાડીઓને ખરીદ્યા છે. તેના પર્સમાં ૨.૯૫ કરોડ રૂપિયા બાકી છે. ગુજરાત જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સે ૭-૭ ખેલાડીઓ ખરીદ્યા છે. ગુજરાતમાં સાતમાંથી પાંચ વિદેશી ખેલાડીઓ છે. તેમને ભારતીય ખેલાડીઓ ખરીદવાની જરૂર છે. ગુજરાત પાસે રૂ. ૩.૭૫ કરોડ અને દિલ્હી પાસે રૂ. ૩.૯૫ કરોડ બાકી છે. મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પાંચ-પાંચ ખેલાડીઓ ખરીદ્યા છે. મુંબઈ પાસે રૂ. ૨.૬૦ કરોડ અને બેંગ્લોર પાસે રૂ. ૩ કરોડ બાકી છે.
સ્મૃતિ મંધાના હરાજીમાં અત્યાર સુધીની સૌથી મોંઘી વેચાઈ છે. તેને ૩.૪૦ કરોડ રૂપિયાની બોલી લાગી. ઇંગ્લેન્ડની નતાલી સાયવર અને ઓસ્ટ્રેલિયાની એશ્લે ગાર્ડનર પર ૩.૨૦ કરોડ રૂપિયાની બોલી લાગી. ભારતની દીપ્તિ શર્મા રૂ. ૨.૬૦ કરોડની બોલી લગાવે છે. જ્યારે, જેમિમા રોડ્રિગ્સ રૂ. ૨.૨૦ કરોડમાં અને શેફાલી વર્મા રૂ. ૨ કરોડમાં વેચાઈ હતી. ઓસ્ટ્રેલિયાની બેથ મૂનીને પણ ગુજરાત જાયન્ટ્સ એ ૨ કરોડ રૂપિયામાં ખરીદી હતી. તે અત્યાર સુધીની ટોચની ખેલાડી છે. એસ યશસ્વીને યુપી વોરિયર્સે ૧૦ લાખ રૂપિયામાં ખરદી હતી. સોનમ યાદવ તેમજ ફલક નાઝ પણ અનશોલ્ડ રહી.
ભારતીય અંડર-૧૯ ટીમને વર્લ્ડ ચેમ્પિયન બનાવનારી બેટ્સવુમન શ્ર્વેતા સેહરાવતને યુપી વોરિયર્સે ૪૦ લાખ રૂપિયામાં ખરીદી હતી. તેની મૂળ કિંમત ૧૦ લાખ રૂપિયા હતી. તે ચેમ્પિયન યુ-૧૯ ભારતીય ટીમની વાઇસ-કેપ્ટન હતી અને ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતી. ભારતીય અંડર-૧૯ ટીમના સ્ટાર ફાસ્ટ બોલર તિતાસ સાધુને દિલ્હી કેપિટલ્સે ૨૫ લાખ રૂપિયામાં ખરીદી હતી. તેની મૂળ કિંમત ૧૦ લાખ રૂપિયા હતી. ભારતીય ખેલાડી રિશિતા બાસુની બેઝ પ્રાઈસ ૧૦ લાખ રૂપિયા હતી. તે અનશોલ્ડ રહી તેમજ સૌમ્યા તિવારી પણ અનસોલ્ડ રહી. અંડર-૧૯ ભારતીય મહિલા ટીમની સ્ટાર સ્પિનરપાર્શ્ર્વી ચોપરાને યુપી વોરિયર્સે તેની મૂળ કિંમત રૂ. ૧૦ લાખમાં ખરીદી હતી.
દક્ષિણ આફ્રિકાની મેરિજેન કેપને દિલ્હી કેપિટલ્સે રૂ. ૧.૫૦ કરોડમાં ખરીદી હતી. તેની મૂળ કિંમત ૪૦ લાખ રૂપિયા હતી. ભારતની સ્નેહ રાણાને ગુજરાત ટાઇટન્સે ૭૫ લાખ રૂપિયામાં ખરીદી છે દિલ્હીએ ભારતીય ઓલરાઉન્ડર શિખા પાંડેને ૬૦ લાખ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કરી છે. ઓસ્ટ્રેલિયાના ખેલાડી જેસ જોનાસનની બેઝ પ્રાઈઝ ૫૦ લાખ રૂપિયા હતી. તે અનશોલ્ડ રહી,બાંગ્લાદેશની કેપ્ટન સલમા ખાતૂન પણ અનશોલ્ડ રહી ભારતની રાધા યાદવને દિલ્હી કેપિટલ્સે ૪૦ લાખ રૂપિયામાં ખરીદી છે.
સાઉથ આફ્રિકામાંં ટી૨૦ વર્લ્ડ કપ માટે હાજર ભારતીય ટીમ પણ સાથે બેસીને હરાજી જોઈ રહી છે અને ઉંચા ભાવે વેચાઈ રહેલા ખેલાડીઓની સફળતાની ઉજવણી કરી રહી છે. જેમ જ ડબ્લ્યુપીએલએ સ્મૃતિને ૩.૪૦ કરોડમાં ખરીદી કે તરત જ જશ્ર્નનો માહોલ છવાયો. અત્યાર સુધી, વર્તમાન ટી ૨૦ વર્લ્ડ કપમાં ટીમની આગેવાની કરી રહેલા આવા ચાર કેપ્ટનને હરાજીમાં કોઈ ખરીદદાર મળ્યો નથી.ચમરી અટાપટ્ટુ – શ્રીલંકા,સુને લીસ – દક્ષિણ આફ્રિકા,હિથર નાઈટ – ઈંગ્લેન્ડ,હેલી મેથ્યુઝ – વેસ્ટ ઈન્ડિઝ, અત્યાર સુધી યુપી વોરિયર્સે હરાજીમાં સૌથી વધુ સાત ખેલાડીઓને ખરીદ્યા છે. તેમના પર્સમાં ૩.૫૫ કરોડ રૂપિયા બાકી છે. જ્યારે ગુજરાત જાયન્ટ્સે છ ખેલાડીઓ ખરીદ્યા છે. આમાંથી પાંચ વિદેશી ખેલાડીઓ છે. તેની પાસે ૪.૫૦ કરોડ રૂપિયા બચ્યા છે. મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પાંચ-પાંચ ખેલાડીઓ ખરીદ્યા છે. મુંબઈ પાસે રૂ. ૨.૬૦ કરોડ અને બેંગ્લોર પાસે રૂ. ૩ કરોડ બાકી છે. દિલ્હી પાસે ૬.૭૦ કરોડ રૂપિયા બાકી છે. તેઓએ અત્યાર સુધીમાં ત્રણ ખેલાડીઓને ખરીદ્યા છે. ઓસ્ટ્રેલિયાની સ્ટાર સ્પિનર અલાના કિંગને કોઈપણ ખેલાડીએ ખરીદી નહિ ઈંગ્લેન્ડની લેગ સ્પિનર સારા ગ્લેન અશોલ્ડ રહી ભારતની સ્ટાર સ્પિનર ??રાજેશ્ર્વરી ગાયકવાડને યુપી વોરિયર્સે તેની બેઝ પ્રાઈસ ૪૦ લાખ રૂપિયામાં ખરીદી હતી. પહેલા સેટની હરાજી થઈ ચૂકી છે. તેમાં સામેલ ૭માંથી ૫ ખેલાડી એક કરોડથી વધુમાં વેચાયા. જ્યારે એકની હરાજી ૫૦ લાખમાં થઈ. મોટાભાગના ખેલાડી પર કરોડોની બોલી બોલાઈ, કારણકે ફ્રેન્ચાઈઝી તેમનામાં લીડરશિપની ભૂમિકા જુએ છે.