- ગુજરાત પ્રદુષણ બોર્ડની મંજુરી વગર ગેરકાયદેસર રીતે ભઠ્ઠાઓ ચાલતા હતા
- પ્રાંત અધિકારી, મામલતદાર દ્વારા કાર્યવાહી કરાઈ
- ઈંટોના ભઠ્ઠાવાળી જગ્યાને પાંચ દિવસમાં સમતલ કરવાનો આદેશ કરાયો
- ગેરકાયદેસર ઈંટોના ભઠ્ઠાઓ અપાયેલ વીજ મીટરો હાલોલ રૂરલ એમજીવીસીએલ દ્વારા ઉતારી લેવામાં આવ્યા
- પરવાનગી વગર ચાલતા ઇંટોના ભઠ્ઠાઓમાં મઘ્ય ગુજરાત વીજ કંપની દ્વારા કનેકશન કેવી રીતે આપ્યા હશે તેવી ચર્ચાઓ
ગોધરા,
પંચમહાલ જિલ્લામાં અનેક ગેરકાયદેસર ઈંટોના ભઠ્ઠાઓ ધમધમી રહ્યા છે. તેમાં માત્ર કાલોલ તાલુકામાં ૧૫૦ ઉપરાંત કોઈપણ જાતના પરવાના વગર ચાલતા ગેરકાયદેસર ભઠ્ઠાઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી તાલુકા મામલતદાર દ્વારા ત્રણ ઈંટોના ભઠ્ઠાઓ સીલ કરવામાં આવતા ગેરકાયદેસર ઇંટોના ભઠ્ઠાઓ ચલાવતા સંચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
પંચમહાલ જિલ્લાના હાલોલ, કાલોલ, ઘોઘંબા વિસ્તારમાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર રીતે ઈંટોના ભઠ્ઠાઓ ધમધમી રહ્યા છે. ગેરકાયદેસર રીતે કોઈપણ જાતની પરમીશન વગર ઈંટોના ભઠ્ઠાઓને શરૂ કરી દેવામાં આવ્યા છે. આવા ગેરકાયદેસર ભઠ્ઠાઓને લઈને ખેતીલાયક ફળદ્રુપ જમીન બિન ઉપયોગી બની રહી છે. તેમ છતાં ખાણ ખનીજ વિભાગ-ગુજરાત પ્રદુષણ કંટ્રોલ બોર્ડ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી ન હોવાથી આવા ગેરકાયદેસર રીતે ધમધમતા ઈંટોના ભઠ્ઠાના સંચાલકોમાં બેફામ બન્યા હતા ત્યારે આજરોજ કાલોલ તાલુકાના વરવાડા રોડ પર ચાલતા ત્રણ ગેરકાયદેસર ઇંટોના ભઠ્ઠાઓ મહાન બ્રિકસ, એમ.બી.૧ મહાન બ્રિકસ, ભારત બ્રિકસ ઉપર પ્રાંત અધિકારી, કાલોલ ઈન્ચાર્જ મામલતદાર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. છેલ્લા ચાર વર્ષ ઉપરાંતના સમયગાળાથી ધમધમી રહેલા ગેરકાયદેસર ઈંટોના ભઠ્ઠાઓ અંગે મઘ્ય ગુજરાત વીજકપંનીને જાણ કરવામાં આવી હતી. એમજીવીસીએલ દ્વારા તાત્કાલિક ઈંટોના ભઠ્ઠાઓમાંથી વીજ મીટરો ઉતારી લેવામાં આવ્યા હતા. એક તરફ ઈંટોના ભઠ્ઠાઓ ગેરકાયદેસર રીતે કોઈપણ જાતના પરમીટ વગર ચાલી રહ્યા હતા તેમ છતાં ઈંટોના ભઠ્ઠાઓમાં મઘ્ય ગુજરાત વીજ કંપની દ્વારા વીજ કનેકશન કેવી રીતે આપવામાં આવ્યો હશે ? તેવા અનેક પ્રશ્ર્નો ઉભા થયા છે.
કાલોલના વરવાડા રોડ પર ચાલતા ત્રણ ગેરકાયદેસર ઇંટોના ભઠ્ઠાઓ ઉપર પ્રાંત અધિકારી, ઈન્ચાર્જ મામલતદાર દ્વારા કાયદેસર કાર્યવાહી કરીને ત્રણેય ઈંટોના ભઠ્ઠાઓ સીલ કરવામાં આવ્યા છે. સાથે સીલ કરવામાં આવેલ ગેરકાયદેસર ઈંટોના ભઠ્ઠાઓના સંચાલકોને પાંચ દિવસમાં ઇંટોના ભઠ્ઠાઓવાળી જમીન સમતળ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. કાલોલ તાલુકામાં ગેરકાયદેસર ઇંટોના ભઠ્ઠાઓ સીલ કરવામાં આવતા જિલ્લામાં ચાલતા અન્ય ગેરકાયદેસર ઇંટોના ભઠ્ઠાના સંચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. કાલોલ તાલુકામાં જે રીતે વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદેસર ઇંટોના ભઠ્ઠાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે તે પ્રમાણે અન્ય તાલુકામાં ધમધમતા ગેરકાયદેસર ઈંટોના ભઠ્ઠાઓ ઉપર કાર્યવાહી કરવામાં આવશે ખરી ?
કાલોલ તાલુકાના વરવાડા રોડ ઉપર આવેલ મહાન બ્રિકસ, એમ.બી.૧ બ્રિકસ, ભારત બ્રિકસ ઉપર પ્રાંત અધિકારી અને કાલોલ ઈન્ચાર્જ મામલતદાર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અને ગેરકાયદેસ કોઈપણ જાતની પરવાનગી વગર ચાલતા ભઠ્ઠાઓને સીલ કરવામાં આવ્યા સાથે પાંચ દિવસમાં ઈંટોના ભઠ્ઠાવાળી જગ્યાને સમતળ કરવાનો આદેશ આપવામાં આવ્યો.
કાલોલના વરવાડા રોડ ઉપર ચાલતા ઈંટોના ભઠ્ઠાઓ ચલાવવા માટે સંચાલકો દ્વારા ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ (જી.પી.સી.બી.)ની પરવાનગી તેમજ અન્ય જરૂરી પરવાનગી લીધા વગર ગેરકાયદેસર રીતે ઈંટોનો ભઠ્ઠો ચલાવવામાં આવી રહ્યો હતો તેવુ ઘ્યાનમાં આવતા પ્રાંત અધિકારી, ઈન્ચાર્જ મામલતદાર દ્વારા કાર્યવાહી કરાઈ.