શહેરા તાલુકામાં મંડપ વ્યવસાય સાથે સંકળાયેલ ધંધાદારી દ્વારા પાલીકા ટાઉન હોલલમાં મીટીંગ યોજી

શહેરા,
શહેરા તાલુકામા મંડપ વ્યવસાય સાથે સંકળાયેલા વ્યવસાયકારોની નગરપાલિકા ના ટાઉનહોલ મા મીંટીગ મળી હતી. જેમા ધંધા-રોજગાર ફરી થી શરૂ થાય તે માટે ની ચર્ચા કરવામા આવી હતી. સાથે તેવો આક્ષેપ પણ કરેલ કે સરકાર તેમની સાથે ઓરમાયુ વર્તન કરી રહયા હોવાનુ લાગી રહયુ છે.

શહેરા માં કોરોનાને કારણે લગ્નસીઝ અને નવરાત્રી બંધ રહેતા મંડપ ફરાસખાનાના વ્યવસાય કારો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. સાથે ડીજે અને બેન્ડ સહિતના વ્યવસાયને પણ સીધી અસર પહોચી હતી. નગર પાલિકા ના હોલ ખાતે મંડપ,ડેકોરેશન તેમજ બેન્ડ વાજા અને ડી જે ના વ્યવસાય કરનારાઓ એકત્ર થયા હતા. મંડપ ડેકોરેશન નો ધંધો ફરીથી રાબેતા મુજબ શરૂ થાય તે માટે ની ચર્ચા કરવા સાથે નવી એસોસિએશનની રચના કરી હતી. મંડપ ડેકોરેશન ના માલિક મનીષ ચૌહાણ જણાવવાનું કે બીજા બધા ધંધાને છુટછાટ આપવામા આવી છે.તો અમારા ધંધાને પણ છુટછાટ આપવામા આવે તેવી માંગ કરી હતી. અમે પણ આ સરકારને વોટ આપ્યા હતા. ત્યારે આ સરકાર અમારા ધંધા-રોજગાર શરૂ થાય તે માટે વિચારે તે અત્યંત જરૂરી છે. હાલ માં સરકાર અમારી સાથે ઓરમાયુ વર્તન કરી રહી છે. મંડપ ડેકોરેશનનો ધંધો બંધ રહેવાના કારણે જે લોકોને આનાથી રોજીરોટી મળી હતી તે લોકોને અત્યારની પરિસ્થિતિમાં ઘરનું ગુજરાત ચલાવુ દિવસેને દિવસે મુશ્કેલ બનતુ જઇ રહયું છે.