મને ખૂબ લાગી આવે છે જ્યારે હું કોઈના લગ્ન જોઉં છું ત્યારે મને દુ:ખ થાય છે : રાખી સાવંતે આપ્યું ચોંકાવનારું નિવેદન

મુંબઇ,

રાખી સાવંત હાલ તેના પતિ આદિલ ખાન દુર્રાની સાથે ચાલી રહેલા વિવાદના કારણે સતત ચર્ચામાં છે. તેવામાં રાખી સાવંતનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો છવાયેલો છે. કારણ કે આ વીડિયોમાં રાખીએ સિદ્ધાર્થ અને કિયારાના લગ્ન વિશે એવું નિવેદન આપી દીધું છે કે જેવું કોઈએ વિચાર્યું પણ ન હોય. તે વીડિયોમાં એવું કહેતી જોવા મળે છે કે તેને હવે ’લવ બર્ડ્સ’ જોવા પસંદ નથી. વીડિયોમાં રાખી સાવંતે સિદ્ધાર્થ-કિયારાના લગ્ન પર ટિપ્પણી કરી છે. રાખીનું કહેવું છે કે જ્યારે તે સિદ્ધાર્થ-કિયારા જેવા કપલને જુએ છે ત્યારે તે ભાવુક થઈ જાય છે. કારણ કે હાલ તેનો અને તેના પતિ આદિલ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.

આ વીડિયોમાં રાખી સાવંત કહે છે કે, ’મને ખૂબ જ દુ:ખ થાય છે કે હાલ જ્યારે કિયારા અને સિદ્ધાર્થ મલ્હોત્રાના લગ્નના સમાચાર ચર્ચામાં રહેવા જોઈએ, ત્યારે આવા સમયે તેના તુટતા લગ્નના સમાચાર ફેલાઈ રહ્યા છે.’ રાખી આગળ કહે છે, ’મને ખૂબ લાગી આવે છે જ્યારે હું કોઈના લગ્ન જોઉં છું ત્યારે મને દુ:ખ થાય છે, જ્યારે હું કોઈ લવ બર્ડ્સને જોઉં છું ત્યારે રડું છું. વેલેન્ટાઈન્સ ડે આવી રહ્યો છે અને મારું મન રડે છે.’ રાખી સાવંતનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાની સાથે જ યુઝર્સે પણ પોતાની પ્રતિક્રિયા આપવા લાગ્યા હતા. એક યુઝરે રાખી માટે લખ્યું છે કે, ’ક્યાંક ફરવા જાઓ અને પોતાને સમય આપો, તમને સારું લાગશે. અન્ય એક યુઝરે લખ્યું કે, ’બધું સારું થઈ જશે, વિશ્ર્વાસ રાખો’.

ઉલ્લેખનીય છે કે રાખી સાવંતે ગયા વર્ષે જુલાઈ મહિનામાં તેના લોંગ ટાઈમ બોયફ્રેન્ડ આદિલ સાથે લગ્ન કર્યા હતા. આ વાતની જાહેરાત તેણે આ વર્ષે જાન્યુઆરી માસમાં કરી હતી. ત્યારબાદ તેના લગ્નજીવનમાં વિવાદ શરુ થયા અને રાખીએ હવે તેના પતિ પર અનૈતિક સંબંધો રાખવાનો અને તેના પૈસા હડપ કરવાનો કેસ નોંધાવ્યો છે.