સિદ્ધાર્થ-કિઆરાએ ગ્રાન્ડ રિસેપ્શન પાર્ટી આપી:શિલ્પા શેટ્ટી-અજય દેવગન-કાજોલથી લઈ આકાશ અંબાણી-શ્લોકા સહિતના મહેમાનો સામેલ થયાં

મુંબઈ,

સિદ્ધાર્થ મલ્હોત્રા તથા કિઆરા અડવાણીનું વેડિંગ રિસેપ્શન ૧૨ ફેબ્રુઆરીના રોજ મુંબઈની સેન્ટ રેજિસ હોટલમાં યોજવામાં આવ્યું હતું. આ રિસેપ્શન પાર્ટીમાં બોલિવૂડની અનેક હસ્તીઓ સામેલ થઈ હતી. ફંક્શનમાં સૌ પહેલા અભિષેક બચ્ચન આવ્યો હતો. અંદાજે સાડાઆઠ વાગ્યાની આસપાસ રિસેપ્શન શરૂ થયું હતું અને સિદ્ધાર્થ-કિઆરા નવ વાગ્યે આવ્યાં હતાં.

સિદ્ધાર્થ તથા કિઆરા બ્લેક એન્ડ વ્હાઇટ આઉટફિટમાં જોવા મળ્યાં હતાં. કિઆરા રિસેપ્શન પાર્ટીમાં વેસ્ટર્ન આઉટફિટમાં હતી અને તેણે ગળામાં હેવી નેકલેસ પહેર્યો હતો.

રિસેપ્શન પાર્ટીમાં કરીના કપૂર, અજય દેવગન-કાજોલ, વિદ્યા બાલન-સિદ્ધાર્થ રોય-કપૂર, રણવીર સિંહ, અનુપમ ખેર, વરુણ ધવન-નતાશા દલાલ, શિલ્પા શેટ્ટી, વિકી કૌશલ, આકાશ અંબાણી-શ્લોકા મહેતા, આલિયા ભટ્ટ, મીરા રાજપૂત સહિતના મહેમાનો આવ્યાં હતાં.

આ ઉપરાંત નીતુ સિંહ.આકાશ અંબાણી-શ્લોકા મહેતા,કરન જોહર.ગૌરી ખાન.ક્રિતિ સેનન, વરુણ ધવન રણવીર સિંહ.ભૂમિ પેડનેકર, દિશા પટની.અનન્યા પાંડે, શનાયા કપૂર.અભિષેક બચ્ચન. આયુષ્માન ખુરાના-તાહિરા, નેહા ધૂપિયા-અંગદ બેદી.રકુલ પ્રીત સિંહ-જેકી ભગનાની, રિતેશ દેશમુખ-જેનેલિયા ડિસોઝા.અનુપમ ખેર.રોહિત શેટ્ટી.

સિદ્ધાર્થ તથા કિઆરા મુંબઈ પરત ફર્યા પછી તેમણે ફોટોગ્રાફર્સને સ્વીટ આપી હતી.કિઆરા-સિદ્ધાર્થે સાત ફેબ્રુઆરીએ જેસલમેરમાં સૂર્યગઢ પેલેસમાં લગ્ન કર્યાં હતાં. લગ્ન બાદ તેમણે ૯ ફેબ્રુઆરીએ દિલ્હીમાં રિસેપ્શન આપ્યું હતું. કિઆરાએ લગ્નમાં રૂપિયા ૨ કરોડનું મંગળસૂત્ર પહેર્યું હતું.