પાકિસ્તાનના પડતીના એંધાણ ! ખાવાનુ તો ઠીક પણ હવે ચા માટે પણ લોકો વલખા મારી રહ્યા છે

ઇસ્લામાબાદ,

ચા એ અમીર-ગરીબનો તફાવત અને ઝૂંપડીથી મહેલો સુધી ભેદભાવ દુર કરે છે. ચા નું નામ સાંભળતા જ લોકોને સ્ફૂતનો અહેસાસ થતો હોય પરંતુ હવે ચા પણ પાકિસ્તાનીઓ માટે દૂર્લભ બની ગઈ છે, કારણ કે અહીં ચાના ભાવ આસમાને પહોંચી ગયા છે.આર્થિક રીતે પડી ભાંગેલા પાકિસ્તાનમાં ચા ના ભાવ આસમાને પહોંચી ગયા છે.દેશની સ્થિતિ એ હદે વણસી છે કે કોઈ અન્ય દેશ લોન આપવા પણ રાજી નથી.

લોટ અને કઠોળ ન હોય તો શાકભાજી અને માંસથી લોકો કામ ચલાવતા હતા, પણ આટલા ઠંડા વાતાવરણમાં ચા ન મળે તોપપ પાકિસ્તાન સરકારના અણઘટ વહીવટને કારણે દેશ ભારે મુશ્કેલીમાં મૂકાયો છે. લોકોએ સખત પીડા સાથે જીવન જીવવાનો વારો આવ્યો છે. પોર્ટમાં ૨૫૦ ચાના કન્ટેનર છે.પરંતુ ત્યાંથી આ કન્ટેનર છોડાવવાના પણ સરકાર પાસે પૈસા નથી.અહી ચા ના ભાવ ૧૫ દિવસમાં ભાવ ૧૧૦૦ પ્રતિ કિલોથી વધીને ૧૬૦૦-૧૮૦૦ થયા છે. ૪૨૦ ગ્રામનું પેકેટ રૂ.૭૨૦માં વેચાઈ રહ્યું છે, જ્યારે ૧૫ દિવસ પહેલા સુધી આ જ કિંમત રૂ.૫૦૦ની આસપાસ હતી. જો આ કન્ટેનર છોડવામાં નહીં આવે તો ભાવ પ્રતિ કિલો ૨૦૦૦ને પાર કરી જશે.

પાકિસ્તાનની આ હાલત પર આઇએમએફે પણ મદદ માટે હાથ ઊંચા કરી દીધા છે. આ દેશને ઘણી મદદ કરવામાં આવી, પરંતુ આતંકવાદી દેશ પાસે પૈસા ક્યાંથી આવવા જોઈએ તેની નક્કર નીતિ નથી.પીસીબી ખરાબ હાલતમાં બેઠું છે. દુનિયાના મોટાભાગના દેશો પાકિસ્તાનની ધરતી પર મેચ રમવા માંગતા નથી. વિદેશીઓ વેપારી અહીં ધંધો કરવાથી દૂર રહે છે. ચીનને પોતાનો ભાગીદાર બનાવીને તેણે ઘણા દેશો સાથે સંબંધો બગાડ્યા છે.