પિતાના મનની વાત:પિતાના હકનો અવાજ ઉઠાવશે ૨૦ અમેરિકન સાંસદનું સંગઠન

ન્યૂયોર્ક,

આ તસવીર અમેરિકાના ડેમોક્રેટિક સાંસદ જિમ્મી ગોમેઝની છે. ગયા મહિને અમેરિકન કોંગ્રેસના સ્પીકરની ચૂંટણીમાં તેઓ ચાર મહિનાના પુત્રને આ રીતે લઇને પહોંચ્યા હતા. હાલમાં જ તેમણે ૧૯ સાથી કોંગ્રેસ સભ્યો સાથે મળીને કોંગ્રેસનલ ડેડ કોક્સ નામના સંગઠનની રચના કરી છે.આ તમામ સાંસદ હોવાની સાથે બાળકોના ઉછેરની જવાબદારી પણ નિભાવે છે. સાંસદોના આ જૂથનો હેતુ પેટરનિટી લીવ, પેઇડ ફેમિલી લીવ અને ચાઇલ્ડ ટેક્સ ક્રેડિટ જેવી નીતિઓને પ્રોત્સાહન આપવાનું છે. આ જૂથનું નેતૃત્વ ગોમેઝ કરી રહ્યા છે.

કોક્સના સભ્યો ગયા સપ્તાહે કેપિટલ સામે ભેગા થયા હતા. ત્યાં તેમણે પિતા દ્વારા નિભાવાતી જવાબદારીઓ સાથે પિતૃત્વના વિવિધ મુદ્દે કાયદો બનાવવાના પણ સૂચન કર્યા હતા.કોક્સના એકમાત્ર મહિલા સભ્ય રશીદા તાલિબ કહે છે કે, જ્યારે પિતા કંઇ કહે છે કે કરે છે તો તેમની વાતને મહત્ત્વ મળે છે. અમે એવું જ ઇચ્છીએ છીએ. ગોમેઝનું કામ સરાહનીય છે.