ગાંધીનગર,
હાલ કોરોના કાળમાં સમગ્ર રાજ્યમાં શાળાઓ બંધ છે. તેવામાં રાજ્યમાં હાલ બાળકોનું ઓનલાઈન શિક્ષણ ચાલી રહૃાું છે. પણ બાળકોની પરીક્ષા અંગે હજુ પણ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. રાજ્યમાં હજી શૈક્ષણિક સંકુલો ફરી ધબકતા થયાં નથી ત્યારે આજરોજ રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રિંસહ ચુડાસમાએ શાળાઓ શરૂ કરવા મુદ્દે પોતાનું નિવેદન આપ્યું છે. શાળાઓ શરૂ કરવા મુદ્દે શિક્ષણમંત્રીનું નિવેદન સામે આવતા ફરી એકવાર આ મુદ્દો ગરમાઈ ગયો છે. ભૂપેન્દ્રિંસહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ક્યારેક તો શાળા ચાલુ કરવી પડશે. આરોગ્ય વિભાગનો અભિપ્રાય મહત્વનો છે. અમે વાલીઓ, શિક્ષણવિદ્દો સાથે ચર્ચાઓ કરી છે. અને ત્યારબાદ જ શાળાઓ શરૂ કરવા માટે નિર્ણય કરીશું. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રિંસહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે, આપણે ક્યારેક તો શાળા ચાલુ કરવી જ પડશે.
પરંતુ સરકાર એકલી નિર્ણય કરે તે યોગ્ય નથી. હું અને શિક્ષણ વિભાગ સતત વાલીઓ અને શિક્ષણ સાથે સંકળાયેલા લોકોની સાથે ચર્ચા વેબિનાર કર્યા છે. હવે એ તબક્કો નજીક છે. વેબિનારથી અમે અભિપ્રાય મેળવીએ છીએ. આરોગ્ય વિભાગનો અભિપ્રાય સૌથી મહત્વનો છે. દરેક વિદ્યાર્થીના જીવનમાં કઈ પણ બનવા બોર્ડની પરીક્ષામાં પસાર થવુ જરુરી છે, પછી જ આગળ કોઈ પણ જીવનની દિશા પસંદ કરે છે. પરિણામ મહેનતનું વળતર મળે, સરકારે ગુણવત્તા જળવાય એના પર ધ્યાન આપ્યુ છે. ગુણવત્તા માટે ગુપ્તતા જળવાય તે જરુરી છે. રીઝલ્ટ તૈયાર કરવાની વ્યવસ્થા અત્યાર સુધી પ્રતિકૂળતા હોવા છતાં સુપેરે કરી છે. છતા એના ઉકેલ રુપે ખાત મુહૂર્ત એનો ઉકેલ છે. અલગ અલગ જગ્યાઓ પર અત્યાર સુધી કામ કરતા હવે એક જ જગ્યાએ બધુ કામ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે,
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રિંસહ ચૂડાસમા અને શાળા સંચાલકો વચ્ચે શાળાઓને લઈ એક વેબિનારનું આયોજન થયું હતું. આ વેબિનારમાં ગુજરાતમાં શાળાઓ ખૂલવા અંગે મોટો સંકેત સામે આવ્યો હતો. રાજ્યમાં ધોરણ ૧ થી ૫ સુધીના બાળકો માટે દિવાળી પછી પણ શાળા ખૂલશે નહીં. દિવાળી વેકેશન પછી ધો. ૯થી૧૨નાં વિદ્યાર્થીઓ માટે શાળાઓ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત ગ્રામ્યમાં ધોરણ ૬થી૮નાં બાળકોને છૂટ આપવા રાજ્ય સરકાર વિચારણા કરી રહી છે. એટલું જ નહીં, પણ દિવાળી વેકેશન પણ સરકાર દ્વારા ટૂંકાવી દેવામાં આવ્યું છે. ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ઉપ પ્રમુખ જતિન ભરાડે જણાવ્યું કે, પહેલા ચરણમાં ૯ થી ૧૨ની શાળાઓ શરૂ કરવામાં આવશે અને પછી સ્થિતિ કાબૂમાં રહેશે તો નાના વર્ગો ખોલવા ચર્ચા કરાશે.