કોમર્સ કોલેજ ગોધરાના એન એસ એસ દ્વારા થેલેસેમિયા ચેક અપ કેમ્પ યોજાયો

ગોધરા,

સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરાના એનએસએસ એકમ દ્વારા કોમર્સ કોલેજ ગોધરા ખાતે પ્રથમ વર્ષ બીકોમમાં અભ્યાસ કરતા 200 ઉપરાંત વિદ્યાર્થીઓનો થેલેસેમિયા ચેકઅપ કેમ્પ કોલેજોના સદાબા હોલ ખાતે યોજાઈ ગયો. આ કેમ્પના પ્રારંભમાં કોમર્સ કોલેજ ગોધરાના પ્રિન્સિપાલ અને એન એસ એસ ના પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર અરૂણસિંહ સોલંકી દ્વારા થેલેસેમિયા શું છે? અને શા માટે આ કેમ્પ જરૂરી છે? એની માહિતી આપી હતી અને વિદ્યાર્થીઓને થેલેસેમિયા બાબતે સંપૂર્ણ જાણકારી આપ્યા બાદ રેડ ક્રોસ સોસાયટી સ્ટેટ બ્રાન્ચ અમદાવાદ તરફથી આવેલા ત્રણ મહાનુભાવોની ઉપસ્થિતિમાં કેમ્પ કરવામાં આવ્યો હતો. જેમાં 200 જેટલા વિદ્યાર્થીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. કેમ્પનું સંપૂર્ણ સંચાલન બીકોમના વિદ્યાર્થી નિતેશ સમતાણી, લખન સામિયાણી, જય પારીંગ, રૂદ્ર પારીંગ, હર્ષિતા ખીમાણી, ખુશી પટેલ સહિતના એનએસએસના સ્વયંસેવક ભાઈ-બહેનોએ સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. કેમ્પની ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીના એનએસએસ કોડીનેટર ડોક્ટર નરસિંહભાઈ પટેલ તથા કોલેજ સંચાલક મંડળના પ્રમુખ ગોપાલસિંહ સોલંકી અને સેક્રેટરી તેમજ પ્રમુખ જિલ્લા પંચાયત પંચમહાલના કુમારી કામિનીબેન ગોપાલસિંહ સોલંકી શુભેચ્છા પાઠવેલ છે.