ઝાલોદ તાલુકામાં સ્પર્શ લેપ્રસી અવેરનેસ અંતર્ગત ભવાઈ કાર્યક્રમ યોજાયો

ઝાલોદ,

ઝાલોદ ખાતે સ્પર્શ લેપ્રસી એટલે કે, રક્ત પિત્ત અંગેની જનજાગૃતિ અભિયાન 2023 અંતર્ગત તાલુકા હેલ્થ ઓફિસર ડી.કે.પાંડે, THS સંગાડા સુક્રમભાઈ, THV લતાબેન નિસરતા તથા તાલુકા રક્તપિત સુપરવાઇઝર ડાંગી પ્રદીપકુમાર, ધ્રુમિલકુમાર ખાંગુડા, ચરપોટા અર્પિતભાઈ અને અર્બન હેલ્થ સેન્ટર ઝાલોદના કર્મચારીઓ પંચાલ મનીષભાઈ, ચિરાગભાઈ ગરાસિયા RBSK ડો. પ્રિતેશ દ્વારા રક્તપિત અંગે ભવાઈ નાટક દ્વારા રોગ વિશે સમજણ અપાઈ હતી. જેમાં ભવાઈ દ્વારા જય શ્રી બ્રહ્માણી કલામંડલના મૂળજીભાઈ દ્વારા રક્તપિત રોગ વિશે જનજાગૃતિ અંગે સંદેશો આપ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ જિલ્લા રક્તપિત અધિકારી ડોક્ટર આર.ડી. પહાડિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો હતો.