ગોધરા,
પંચમહાલ જીલ્લા સહિત ગોધરામાં જાહેર માર્ગો ઉપર ગીચ વિસ્તારો, હોસ્પિટલો, પ્રા.શાળાઓ આવેલ હોય ત્યાં મોટર સાયકલ બુલેટ ચાલક નબીરાઓ ગેરકાયદેસર રીતે ડુપ્લીકેટ મોટા અવાજવાળા સાઈલેન્સર ફીટ કરી ફટાકડા ફોડીને ધ્વનિ પ્રદુષણ સાથે પસાર થઈ રાહદારીઓના જીવને જોખમમાં મુકતા હોય તેવા બુલેટ ચાલકો ધ્વનિ પ્રદુષણ કરતાં રોકવા પોલીસ દ્વારા કાર્યવાહી થાય તેવી માંંગ સાથે જીલ્લા પોલીસવડાને લેખિત રજુઆત કરી.
પંચમહાલ જીલ્લા સહિત ગોધરામાં જાહેર માર્ગો તેમજ ગીચ વિસ્તારો, દવાખાનાઓ, હોસ્પિટલો, પ્રા.શાળાઓ, મંદિરો, મસ્જીદો ધરાવતા વિસ્તારોમાં મોટર સાયકલ બુલેટ રસીયાઓ બુલેટમાં ગેરકાયદેસર ડુપ્લીકેટ મોટા અવાજવાળા સાઈલેન્સર ફીટ કરી નંબર પ્લેટ વગરના બુલેટમાં ફટાકડા ફોડીને ધ્વની પ્રદુષણ ફેલાવતા હોય છે. ગોધરા શહેરમાં ગેરકાયદેસર મોડીફાઈડ મોટા અવાજવાળા સાઈલેન્સર ફીટ કરી જાહેર માર્ગો ઉપર પોતે તેમજ રાહદારીઓના જીવને જોખમમાં મુકીને બેફામ બુલેટ હંકારતા હોય છે. રોડ સાઈડમાં ચાલતા રાહદારી પાસેથી પસાર થતા બુલેટના અવાજથી રાહદારી ગભરાઈ જવાથી અકસ્માત થવાની શકયતા પણ નકારી શકાતી નથી. શહેર અને જીલ્લામાં ગેરકાયદેસર રીતે મોડીફાઈડ મોટા અવાજવાળા સાઈલેન્સરવાળા વાહનો ઉપર લગામ લગાવી જરૂરી છે. કોઈ પણ જાતના નીતિ નિયમોનું પાલન નહિ કરી નંબર પ્લેટ વગર જાહેર માર્ગો ઉપર ધ્વનિ પ્રદુષણ અને લોકોના જીવને જોખમમાં મુકતા બુલેટ મોટર સાયકલ સામે દંડનીય અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે પંચમહાલ જીલ્લા પોલીસવડાને જાગૃત નાગરિક અને એડવોકેટ આર.વાય.જુજારા દ્વારા લેખિત રજુઆત કરાઈ છે.