વડાપ્રધાન એક બાદ એક ૧૦ રેલીઓ કરશે : ૯૦ જ કલાકમાં ૧૦,૮૦૦ કિમીની યાત્રા,કર્ણાટકથી લઈ નોર્થ-ઈસ્ટમાં કાર્યક્રમ

બેંગ્લુરુ,

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કામ કરવાની સક્રિયતાની વાત ઘણી વખત થાય છે. ૭૨ વર્ષની ઉંમરે પણ તે કેટલા સક્રિય છે તેનો અંદાજો એમના ચાર દિવસના સમયપત્રક પરથી લગાવી શકાય છે. જણાવી દઈએ કે વડાપ્રધાન મોદીનું ૧૦ થી ૧૩ ફેબ્રુઆરી સુધીના ચાર દિવસનું ખૂબ જ વ્યસ્ત શેડ્યૂલ ચાલી રહ્યું છે જેમાં વડાપ્રધાન ૧૦ જાહેરસભાઓ કરી રહ્યા છે. નોંધનીય છે કે અગરતલાથી મુંબઈ અને લખનૌથી બેંગલુરુ સુધી પ્રધાનમંત્રીના આ પ્રવાસો દેશના તમામ ખૂણાઓને આવરી લે છે.

જણાવી દઈએ કે ૧૦ ફેબ્રુઆરીએ પીએએ દિલ્હીથી લખનૌની મુસાફરી કરી હતી અને ઉત્તર પ્રદેશ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ ૨૦૨૩નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પછી તેઓ મુંબઈ ગયા હતા અને મુંબઈમાં બે વંદે ભારત ટ્રેન અને રોડ પ્રોજેક્ટને લીલી ઝંડી બતાવી હતી ત્યારબાદ એમને શહેરમાં અલ્જામી-તુસ-સૈફિયાહના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારપછી તેઓ દિલ્હી પાંચ આવ્યા હતા તેઓએ દિવસ દરમિયાન કુલ ૨૭૦૦ કિલોમીટરનું અંતર કાપ્યું હતું. આ પછી એમને ૧૧ ફેબ્રુઆરીએ તેમણે ત્રિપુરાની મુલાકાત લીધી હતી. ત્યાં એમને અંબાસા અને રાધાકિશોરપુર ખાતે બે જાહેરસભાઓને સંબોધી હતી. ત્યારબાદ તે રાષ્ટ્રીય રાજધાની પરત ફર્યા હતા. એટલે કે એમને એક દિવસમાં ૩૦૦૦ કિમીથી વધુનું અંતર કાપ્યું હતું.

૧૨ ફેબ્રુઆરીએ એટલે કે આજે પ્રધાનમંત્રી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં મહર્ષિ દયાનંદ સરસ્વતીની ૨૦૦મી જન્મજયંતિની ઉજવણી માટે વર્ષભર ચાલનારી ઉજવણીનું ઉદ્ઘાટન કર્યું હતું ત્યારબાદ તેઓ રાજસ્થાનના દૌસામાં વિવિધ હાઇવે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો . આ સાથે જ તેઓ દૌસામાં બે જાહેરસભાઓને સંબોધિત કર્યા પછી સીધા બેંગલુરુ જવા રવાના થયા મોડી રાત્રે ત્યાં પંહોચ્યા હતાં એટલે કે આજના દિવસમાં કુલ ૧૭૫૦ કિલોમીટરનું અંતર કાપ્યું હતું.

નોંધનીય છે કે ૧૩ ફેબ્રુઆરીની સવારે વડાપ્રધાન બેંગલુરુમાં એરો ઈન્ડિયા ૨૦૨૩નું ઉદ્ઘાટન કરશે અને ત્યાંથી તેઓ ત્રિપુરા જશે જ્યાં તેઓ બપોરે અગરતલામાં જનસભાને સંબોધશે. આ પછી પ્રધાનમંત્રી કુલ ૩૩૫૦ કિલોમીટરથી વધુનું અંતર કાપીને દિલ્હી પરત ફરશે.

આ રીતે ૯૦ કલાકથી પણ ઓછા સમયમાં પીએમ મોદીએ દસ જાહેર સભાઓ સંબોધી હશે અને નાગરિકોના લાભ માટે અનેક વિકાસલક્ષી પહેલો શરૂ કરી હશે અને આ બધા કર્યો માટે પ્રધાનમંત્રી ૧૦,૮૦૦ કિલોમીટરથી વધુની મુસાફરી કરશે.