દેશમાં દર મહિને રૂ ૧,૦૦૦ કરોડની દાણચારીનો માલ ઝડપાય છે

નવીદિલ્હી,

ભારતમાં બેફામ દાણચોરી થાય છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆઇઆઇ) દર મહિને રૂ.૧,૦૦૦ કરોડથી વધુનો દાણચોરીનો મુદ્દામાલ જપ્ત કરે છે. ડીઆરઆઈ માટે દરેક દિવસ દાણચોરી વિરોધી દિવસ છે. આ માહિતી ફિક્કીના નવી દિલ્હીમાં ’એન્ટી-સ્મગલિંગ ડે’ની ઉજવણીના એક કાર્યક્રમમાં સંબોધતા ડીઆઇઆઇના ડાયરેક્ટર જનરલ મોહન કુમાર સિંહે આપી હતી.

તેમણે જણાવ્યું હતું કે હવે દાણચોરો આંતરરાષ્ટ્રીય સરહદો પાર માલની દાણચોરી કરવા માટે અત્યાધુનિક પદ્ધતિઓ અને ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. નકલી પ્રોડક્ટ અને દાણચોરીના સંદર્ભમાં આ પ્રકારનો ગેરકાયદેસર વેપાર વૈશ્ર્વિક જોખમ છે, જે આર્થિક પ્રવૃત્તિઓ પર નકારાત્મક અસર કરે છે, સરકારોને આવકથી વંચિત કરે છે અને કરદાતા પર વધુ બોજ પડે છે. તેનાથી ગ્રાહકો સુધી ખતરનાક પ્રોડક્ટ પહોંચે છે અને આતંકવાદ સાથે જોડાણ થાય છે.

તેમણે જણાવ્યું હતું કે ફિક્કી જેવી સંસ્થાઓ નવા આઇડિયા લાવવામાં, જાગૃતિ ફેલાવવામાં તથા સ્મગલિંગ અને નકલખોરીની સમસ્યાને હાઇલાઇટ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. વર્ષોથી ફિક્કી દાણચોરીની ગંભીર સમસ્યાને પહોંચી વળવા અંગે જાગૃતિ લાવવાનું કામ કરી રહી છે અને ૨૦૨૨માં પ્રથમ વખત એન્ટી સ્મગલિંગ ડે તરીકે ઉજવવાની શરૂઆત કરી હતી.

આ પ્રસંગે બોલતા વર્લ્ડ કસ્ટમ્સ ઓર્ગેનાઈઝેશન ડાયરેક્ટર, (કમ્પ્લાયન્સ એન્ડ ફેસિલિટેશન ડિરેક્ટોરેટ) પી કે દાસે જણાવ્યું હતું કે દાણચોરી વૈશ્ર્વિક અર્થતંત્રને ૩ ટકા અસર થાય છે અને તેનાથી ૨ ટ્રિલિયન ડોલરનું નુક્સાન થાય છે. દાણચોરીની સમસ્યાના ઉકેલ માટે માટે ઉર્ઝ્રં એ ત્રણ વર્ષની વ્યૂહાત્મક યોજના (૨૦૨૨-૨૫) જાહેર કરી છે, જેમાં ગેરકાયદે વેપારના ક્ષેત્રો પર યાન કેન્દ્રિત કર્યું છે, ઉર્ઝ્રંએ આટફિશિયલ ઇન્ટેલિજન્સ, બ્લોકચેઇન, મશીન લર્નિંગ , ડ્રોન, રોબોટિક્સ જેવી આધુનિક ટેકનોલોજીનો સમાવેશ કરવા ડેટા વ્યૂહરચના શરૂ કરી છે. ફિક્કીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે દાણચોરી વિરોધી દિવસ જાહેર કરવાનો ઉદ્દેશ ગ્રાહકોમાં આ મુદ્દાને ઉજાગર કરવાનો અને તેનાથી રાષ્ટ્રનિર્માણને કેવી અસર થાય છે તેની માહિતી આપવાનો છે. આનો હેતુ તપાસ એજન્સીઓ વચ્ચે સંકલન અને સહકાર સાધવાનો તથા આ સમસ્યાને ઉકેલ માટે નવા માધ્યમો શોધવાનો છે.