માતાને બચાવવા રૂમનું તાળું મારી દેનારી પુત્રીને પ્રેમીએ ચાકુના ૧૫થી વધુ ઘા મારી હત્યા કરી

સેલવાસ,

સેલવાસમાં પોલીસનો ડર સમાપ્ત થઇ રહ્યો હોય એમ લાગી રહ્યું છે. અહીં ધોળા દિવસે પ્રેમિકાને મારવા આવેલ પ્રેમીએ દરવાજાનું લોક ખોલવાની ના પાડતા સાવકી દીકરીને ચપ્પુના ઘા કરી હત્યા કરી નાશી ગયો હતો. આ ઘટનાની જાણ થતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

સેલવાસ પદ્માવતી સોસાયટીની બાજુમાં આવેલા પાલિકાના માજી પ્રમુખ કમલેશ પટેલની ચાલમાં રહેતી શીલા મિથુન મંડલ મૂળ નિવાસી નરોલીના લગ્ન નગવાસ ગામમાં સંજય સીંગ રાજપૂત નામના વ્યક્તિ સાથે થયા હતા.બંનેના ૩ બાળકો પણ છે. સંજય સાથે ઘરેલું વિવાદ થતા સંજયે એને છોડી મૂકી હતી. ત્યાર બાદ શીલાનો પ્રેમ સંબંધ મૂળ આસામના રહીશ મિથુન મંડલ જે સીપીએફ નામની સિક્યુરિટી કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતો હતો એની સાથે ૬-૭ વર્ષથી ચાલી રહ્યો હતો.

છેલ્લા કેટલાક સમયથી શીલા અને મિથુન વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો, જેને લઈ શીલાની મોટી દીકરી અંક્તિા સંજય રાજપૂત (૧૭-૧૮) વર્ષ ટ્યુશન જતી વખતે ઘરના દરવાજાને બહારથી તાળું મારી જતી હતી. શનિવારે સવારે લગભગ ૧૦-૩૦ વાગ્યાના સુમારે મિથુન શીલાને મળવા આવ્યો હતો ત્યારે ઘરે તાળું જોતા એ તાળું તોડવા માડ્યો હતો. મિથુન વારંવાર ચાલીમાં આવતો હોય રહીશો એને ઓળખાતા હતા, જેથી એને જણાવ્યું કે, શીલા ઘરમાં છે, બહારથી તાળું માર્યું છે. એજ સમયે શીલાની દીકરી અંક્તિા ઘરે આવતા મિથુનનો એની સાથે પણ ઝઘડો થયો હતો જેમાં મીથુને ઉશ્કેરાઇ જઇ ચપ્પુ વડે ઉપરાછાપરી ઘા કરી અંકીતાની હત્યા કરી ઘટના સ્થળેથી નાશી ગયો હતો.જોકે, તે સીસીટીવીમાં કેદ થયો હતો.

આરોપી અને મૃતક અંક્તિા રાજપૂતની માતા વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી લીવ ઇન રીલેશનમાં હતા. જોકે, આરોપી દારૂ પીવાની ટેવ હોવાથી વારેઘડીએ ઝઘડો કરતો હતો અને મૃતકની માતા સાથે ગેરવર્તન કરતો હતો. આ અંગે મૃતકની માતાએ સેલવાસ પોલીસ સ્ટેશનમાં આરોપી મિથુન મંડલ સામે અરજી પણ આપી હતી. જોકે, પોલીસે અરજી બાદ કોઇ કાર્યવાહી ન કરતા આખરે માતાને બચાવવાના પ્રયાસમાં ૧૮ વર્ષીય અંક્તિાએ જીવ ગુમાવ્યો હતો.

મિથુન મંડલ અને શીલા પતિ પત્નીના જેમ રહેતા અને ઘરનો તમામ ખર્ચ મિથુન ઉઠાવતો હતો. શીલાને મંગલસૂત્ર- દાગીના પણ બનાવી આપ્યા હતાં. શીલા પર શંકા જતા એ ઝગડો કરતો હતો. શીલાને મારવા કેટલાક ભાડાના ગુંડ્ડા પણ બોલાવ્યા હતા.શીલાના પ્રેમી મિથુન મંડલે ધોળા દિવસે પ્રેમીકાની દીકરીની હત્યા કરી ભાગી ગયા બાદ સાયલી નજીક નહેર કિનારે જઇને બેઠો હતો.જે અંગે સ્થાનિકોને જાણ થતા તેમની મદદથી પોલીસે આરોપી મિથુનને પકડી પાડ્યો હતો.લગ્નેત્તર સંબંધનો કેવો કરૂણ અંજામ આવતો હોય છે એનો દાખલો આજે સેલવાસમાં જોવા મળ્યો હતો. માતાના લગ્નેત્તર સંબંધના પ્રેમીથી બચાવવા માટે ૧૮ વર્ષની પુત્રીએ રૂમને તાળું મારીને જતી રહી હતી. જ્યારે આરોપી પ્રેમી મિથુન મંડલ રૂમ ઊપર ઝઘડો કરવા અને પ્રેમિકા માતાની હત્યાના ઇરાદે આવ્યો હતો. જોકે, અગાઉથી જ પુત્રી અંક્તિા તેની માતા સાથે અજુગતું થવાનો ખ્યાલ આવી જતા માતાને રૂમમાં રાખીને બહારથી તાળું મારી દીધું હતું. આરોપીએ રૂમનું તાળું ખોલવા કહેતા મૃતક અંક્તિાએ ના પાડી દીધી હતી. જેને લઇને આરોપીએ અંક્તિાના પેટ અને છાતીના ભાગે ૧૫થી વધુ ધા મારીને મોતને ધાટ ઉતારી દીધી હતી.