- કાનમાં પહેરેલી પાંચ સોનાની રીંગ નીકાળી લઈ મોત નિપજાવી લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.
પાલનપુર,
બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના ડુગરાસણમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે અહીં રાત્રીના સમયે વૃદ્ધાના ઘરે અજાણ્યા શખ્સોએ ઘુસી આવ્યા હતા. આ શખ્સોએ વૃદ્ધાને માથાના ભાગે હથિયાર ફાટકરી કાનમાં પહેરેલી સોનાની ૫ રીંગ લઈને મહિલાનું મોત નિપજાવ્યું હતું. જે બાદ આ શખ્સો લૂંટ ચલાવી ફરાર થઈ જતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના ડુગરાસણમાં એક વૃદ્ધ ૫૪ વર્ષીય મહિલા પોતાના ઘરે ઓસરીમાં સુતા હતા, ત્યારે રાત્રિના સમયે કોઈ અજાણ્યા શખ્સો ઘરમાં ઘુસી મહિલાને માથાના ભાગે કોઈ હથિયાર વડે ફટકારી માથું તેમ જ કપાળે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. જ્યારે ગંગાબેનના કાનમાં પહેરેલી પાંચ સોનાની રીંગ નીકાળી લઈ ગંગાબેનનું મોત નિપજાવી લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.
જોકે, વહેલી સવારે પોતાના ભાઈ ગંગાબેનને ત્યાં માતાજીના દર્શન કરવા જતા ગંગાબેનના ઘરનું દરવાજો ખુલ્લો જોઈએ ઓસરીમાં સુતા ગંગાબેનનું માથા પરથી ગોદડુ હટાવતા ગંગાબેન લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા હતા. જે જોતાં ગંગાબેનના ભાઈ ગભરાઈ ગયા હતા અને તત્કાલિક પોતાના બીજા ભાઈને જાણ કરી હતી. જે બાદ આજુબાજુના લોકો પણ ગંગાબેનના ઘરે દોડી આવ્યા હતા. જોકે, ગંગાબેનના ભાઈએ પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી. આ મામલે તાત્કાલિક ધોરણે આરોપી ઝડપી કડકમાં કડક સજા થાય તેવી પરિવારજનો દ્વારા માંગ કરવામાં આવી છે.
આ બનાવની જાણ થતા જ શિહોરી પોલીસ સહિત ડીવાયએસપીનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. જ્યારે અજાણ્યા શખ્સો સામે લૂંટ વિથ મર્ડરનો ગુનો દાખલ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.