સોહેલનાં લગ્ન તૂટવા પાછળ હું કારણભૂત નથી : હંસિકા

મુંબઇ,

હંસિકા મોટવાણીએ થોડા સમય અગાઉ સોહેલ ખટુરિયા સાથે લગ્ન કરી લીધાં છે. સોહેલ ડિવૉર્સી હતો. તેનાં પહેલાં લગ્ન રિક્ધી સાથે થયાં હતાં અને એ વખતે તેમનાં લગ્નમાં હંસિકાએ પણ હાજરી આપી હતી. એથી લોકો તેના પર આરોપ મૂકી રહ્યા છે કે સોહેલનાં પહેલાં લગ્ન તૂટવા પાછળ હંસિકા જવાબદાર છે. હંસિકા અને સોહેલનાં લગ્નના શો ‘લવ શાદી ડ્રામા’ને ડિઝની હૉટસ્ટાર પર ગઈ કાલે રિલીઝ કરવામાં આવ્યો છે. એમાં સોહેલ કહી રહ્યો છે કે ‘હું અગાઉથી મૅરિડ હતો એ સમાચાર બહાર તો આવ્યા, પરંતુ એને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા હતા. એમાં કહેવામાં આવ્યું કે હંસિકાને કારણે બ્રેકઅપ થયું હતું, જે તદ્દન ખોટું અને પાયાવિહોણું છે.’

તો બીજી તરફ હંસિકાએ કહ્યું કે ‘એ સમયે હું તેને જાણતી હતી તો એનો અર્થ એ નથી કે મારી ભૂલ છે. હું પબ્લિક ફિગર હોવાથી મારા પર આંગળી ઉઠાવવી અને મને એમાં વિલન બનાવવી સરળ છે. એક સેલિબ્રિટી હોવાથી મારે એની કિંમત ચૂકવવી પડે છે.’