મુંબઇ,
પઠાણની રિલીઝને ૧૮ દિવસ વીતી ગયા છે અને આ ફિલ્મ સતત હેડલાઇન્સ બનાવી રહી છે તેમજ બોક્સ ઓફિસ પર શાનદાર કલેક્શન કરી રહી છે. શાહરૂખ ખાનના પઠાણને જોવા માટે થિયેટરમાં લોકોની ભીડ ઓછી થવાનું નામ નથી લઈ રહી. શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણનું બોક્સ ઓફિસ કલેક્શન દિવસેને દિવસે વધી રહ્યું છે.
અમે તમારા માટે દરરોજ ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન લઈને આવીએ છીએ. સાથે જ તમને તેની સાથે સંબંધિત નવીનતમ અપડેટ્સ અને નવા રેકોર્ડ્સ વિશે પણ જણાવીએ છીએ.
૧૮ દિવસ સુધી પણ પઠાણ ઘણી કમાણી કરતી જોવા મળે છે. ત્રીજા વિકેન્ડમાં શાહરૂખ ખાનની ફિલ્મે પણ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. તરણ આદર્શ અનુસા ફિલ્મે તમામ ભાષાઓમાં ૪૬૪ કરોડનું કલેક્શન કર્યું છે. ટૂંક સમયમાં આ આંકડો પણ ૫૦૦ કરોડ પ્લસ થવા જઈ રહ્યો છે. બીજી તરફ અહેવાલો અનુસાર વર્લ્ડ વાઈડ ફિલ્મ શનિવારના કલેક્શન સાથે ૯૩૦ કરોડની કમાણી કરી છે અને તેની નજર ૧૦૦૦ કરોડ ક્લબ પર છે. જે ઝડપે પઠાણનું કલેક્શન વધી રહ્યું છે તે જોઈને લાગી રહ્યું છે કે ટૂંક સમયમાં શાહરૂખ ખાનની પઠાણ હજાર કરોડનો આંકડો પાર કરી જશે. દંગલ અને વોર જેવી સુપરહિટ ફિલ્મોના રેકોર્ડ તોડ્યા બાદ શાહરૂખ ખાનની પઠાણ ફિલ્મ બાહુબલીનો પણ રેકોર્ડ તોડવા જઈ રહી છે.