ભારતમાં હવે નાક દ્વારા અપાતી વેક્સીનની ટ્રાયલની તૈયારી

ભારતમાં વેક્સીનનું કામ પૂર ઝડપે ચાલી રહૃાું છે અને હવે ટૂંક સમયમાં ઈન્ટ્રાનેસલ વેક્સીનનું ટ્રાયલ પણ શરૂ કરવામાં આવશે. આ જાણકારી સરકાર તરફથી આપવામાં આવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉક્ટર હર્ષવર્ધને કહૃાું કે રેગ્યુલેટરી મંજૂરી મળતા જ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા અને ભારત બાયોટેક નાક દ્વારા અપાતી વેક્સીનનું ટ્રાયલ શરૂ કરી દેશે. હાલમાં ભારતમાં નોઝલ વેક્સીન પર કોઈ ટ્રાયલ ચાલી રહી નથી.

નોઝલ કોરોના વાયરસ વેક્સીનને લઇ ભારત બાયોટેકે વોિંશગ્ટન યુનિવર્સિટી અને સેંટ લુઈસ યુનિવર્સિટીની સાથે એક કરાર કર્યો છે. ડૉ. હર્ષવર્ધને કહૃાું કે, ભારત બાયોટેકે વોિંશગટન યુનિવર્સિટીના સ્કૂલ ઓફ મેડિસિનની સાથે એક કરાર કર્યો છે. જેના હેઠળ કંપની કોરોના માટે ઈન્ટ્રાજેનલ વેક્સીન ટ્રાયલ, ઉત્પાદન અને વેપાર કરશે.

ડૉક્ટર હર્ષવર્ધને કહૃાું કે, સીરમ ઈન્સ્ટિટ્યૂટ અને ભારત બાયોટેક પોતાના નોઝલ કોરોના વેક્સીનનું લેટ સ્ટેજ ટ્રાયલ ભારતમાં ટૂંક સમયમાં શરૂ કરશે જેમાં ૩૦ હજારથી ૪૦ હજાર સુધી વોિંલટિયર્સ સામેલ થઇ શકશે. વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર દુનિયાભરમાં વેક્સીન તેના ત્રીજા ચરણની ટ્રાયલમાં છે અને આ દરેક વેક્સીન ઈન્જેક્શનવાળી છે.

તમને જણાવી દઇએ કે ભારતના ડૉક્ટર રેડ્ડીઝ લેબ અને RDIF ને ભારતમાં સ્પતનિક વી વેક્સીનના લેટ સ્ટેજ ક્લીનિકલ ટ્રાયલ કરવાની પરવાનગી મળી ચૂકી છે. આ પહેલા ડીજીસીઆઈએ એ હેતા મંજૂરી આપવાની ના પાડી દીધી હતી કે રશિયામાં આ વેક્સીનના પહેલા અને બીજા ચરણનું પરીક્ષણ ખૂબ જ ઓછા લોકો પર કરવામાં આવ્યું છે.

સરકારે થોડા દિવસ પહેલા કહૃાું હતું કે ભારતમાં થોડા મહિનામાં કોરોના વાયરસ વેક્સીન આવવાની આશા છે અને આવનારા ૬ મહિનામાં લોકોને વેક્સીન આપવાની પ્રક્રિયા શરૂ થઇ જશે. તો WHO નું કહેવું છે કે સ્વસ્થ યુવાઓને કોરોના વાયરસની વેક્સીન માટે ૨૦૨૨ સુધી રાહ જોવી પડી શકે છે. કારણ કે સૌથી પહેલા હેલ્થ વર્કર્સ અને વધુ રિસ્ક ધરાવતા લોકોને પ્રાથમિકતા આપવામાં આવશે.

WHO ના મુખ્ય વૈજ્ઞાનિક ડૉક્ટર સૌમ્યા સ્વામીનાથનનું કહેવું છે કે સ્વસ્થ યુવાઓએ વેક્સીન માટે રાહ જોવી પડી શકે છે. તેમણે કહૃાું કે, મોટાભાગના લોકો એ વાત પર સંમત છે કે સૌથી પહેલા વેક્સીન હેલ્થ કેયર વર્કર્સ અને ફ્રંટ લાઇન વર્કર્સને આપવી જોઇએ. પણ અહીં પણ એ જોવાની જરૂરત રહેશે કે કોરોનાનો સૌથી વધારે ખતરો કયા લોકોમાં છે અને ત્યાર પછી વૃદ્ધોનો નંબર આવે છે.

તેમણે કહૃાું કે, ૨૦૨૧ સુધી ઓછામાં ઓછી પ્રભાવી વેક્સીન આવી જશે પણ તે સીમિત માત્રામાં ઉપલબ્ધ રહેશશે અને માટે અતિસંવેદનશીલ લોકોને પહેલા પ્રાથમિકતા આપવામાં આવશે. તો વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠનના કોવેક્સ ગઠજોડમાં સામેલ થવાના થોડા દિવસો પછી ચીને પોતાની કોરોના વેક્સીનને ઈમરજન્સી વપરાશને ૩ વધુ શહેરોમાં કરવાની મંજૂરી આપી છે. આ ત્રણ પૂર્વીય શહેર ચીનના ઝેજિયાંગ પ્રાંતના છે.