મુંબઇ,
મુંબઇ-અમદાવાદ હાઇ સ્પીડ રેલ પ્રોજેક્ટ માટે ભૂમિ અધિગ્રહણને પડકારનાર ગોદરેજ એન્ડ બોયસ દ્વારા કરવામાં આવેલ યાચિકાને રદ કરતા બોમ્બે હાઇકોર્ટે કહ્યું કે, આ એક ડ્રીમ પ્રોજેક્ટ છે અને દેશને આની જરૂર છે.
જસ્ટિસ આરડી ધાનુકા અને એમએમ સથાયેની બેન્ચે ગુરુવારે આદેશ આપ્યો હતો કે. આ પ્રોજેક્ટ રાષ્ટ્રીય મહત્વ અને જનહિતમાં છે, આમાં કોઇના હસ્તક્ષેપની આવશ્યક્તા નથી.
કંપનીને કરવામાં આવેલ વળતરમાં કોઇ ગેરકાયદેસરતા નથી જોવા મળી. અરજદારે અમારી માટે પોતાની વધારાની ન્યાયિક શક્તિનો ઉપયોગ કરવા માટે કેસ નથી કર્યો. તે સામૂહિક હિતમાં છે, જે સર્વોપરી છે. આ પ્રોજેક્ટ તેના પ્રકારનો પ્રથમ હશે.
કંપનીની તરફથી વકીલ નવરોઝ સીરવાઇએ કહ્યું હતું કે, હું સ્ટેની માંગ નથી કરી રહ્યો. હું ફક્ત યથાસ્થિતિની માગ કરી રહ્યો છું. પ્રોજેક્ટ પૂર્ણ થવાને આરે નથી. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિડેટની તરફથી અતિરિક્ત સોલિસિટર જનરલ અનિલસિંહે આ માગનો વિરોધ કરતા કહ્યું હતું કે, ભૂમિ અધિગ્રહણ કરવાની જરૂર છે. મહારાષ્ટ્ર સરકાર તરફથી પૂર્વ મહાધિવક્તા આશુતોષ કુંભકોનીએ પણ વિરોધ નોંધાવ્યો હતો.
કંપની દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં ડેપ્યુટી કલેક્ટર દ્વારા રૂ. ૨૬૪ કરોડનું વળતર ચૂકવ્યા બાદ કંપનીને ભૂમિ અધિગ્રહણ કરવા માટે ૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ પસાર કરવામાં આવેલા વળતરના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો. જમીન સંપાદનની કાર્યવાહીને ગેરકાયદેસર તરીકે બતાવતા સેરવાઈએ દલીલ કરી હતી કે તેમાં ઘણી ગેરરીતિઓ હતી.