ધોધંંબાના વાવ કુલ્લી ગ્રામ પંચાયતમાં મનરેગા યોજનામાં ભ્રષ્ટાચારની ગંગોત્રી

પ્રતિકાત્મક ફોટો
  • માત્ર પાંચ માસમાં અધધ રૂ.૮૦.૧૯ લાખના ખર્ચાનું આંધણ…
  • વિવિધ વિકાસના કામોમાં ટુંકાગાળામાં ગ્રામ પંચાયતે ચુકવણા કરતાં શંકાના ધેરામાં.
  • ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતની મિલીભગતથી વિકાસના કામોમાં ગેરરીતિ.
  • ઈરીગેશન, ચેકવોલ, ચેકડેમ, માટી રસ્તા, આવાસ યોજનાના નામે ભ્રષ્ટાચાર.
  • બોગસ શ્રમિકોના નામે પૈસા ઉપાડાયાની બૂમ.
  • ગાંધીનગર વિજીલન્સ ટીમ દ્વારા તપાસની માંંગ.
  • મસમોટી રકમ શ્રમિકો તથા કામ કરનાર પક્ષકારોના નામે રકમ ઉપડી ગઈ.

ગોધરા,
ઘોઘંબા તાલુકાના ખોબલા જેટલા વાવ કુલ્લી ગ્રામ પંચાયત દ્વારા હાથ ધરાયેલા મનરેગા હેઠળના ચેકડેમ, આવાસ, સંરક્ષણ દિવાલ, માટી મેટલ, આર.સી.સી. રોડમાં તાલુકા પંચાયતની મિલીભગત હેઠળ રૂ.૮૦.૧૯ લાખનું અધધ બોગસ ખર્ચો માત્ર ચાર-પાંચ માસ દરમ્યાન પાડયો હોવાથી ભ્રષ્ટાચારની બૂમ વચ્ચે ગાંધીનગર વિઝીલન્સ ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈને જવાબદારો સામે પોલીસ કાર્યવાહીની માંગ ઊઠતા દોડધામ મચી ગઈ છે.

પંચમહાલ જીલ્લો અવકાશ ખેતી ઉપર નિર્ભર હોવાથી ચોમાસા બાદ તેમાંય ધોધંબા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંં પૂરતી સિંચાઈની સગવડ ઉપલબ્ધ ન હોઈ કુટુંબકબીલા સાથે રોજગારી અર્થે શહેરીભણી સ્થળાંતરિત કરતા હોય છે. બેરોજગારી સ્થિતિ વચ્ચે આર્થિક જીવન દયનીય હાલતમાં ગુજારો કરતાં હોવાથી આવા ગરીબ અને અર્ધકુશળ કે બિનકુશળ પરિવારોને બે ટંકનું ભોજન જેવી આવક ઘરઆંગણે મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા મનરેગા યોજના કાર્યરત કરતા વર્ષોથી આ પરિવારો માટે આર્શીવાદ રૂપ છે. વર્ષના ૧૦૦ દિવસ રોજગારની ગેરંટી આપતી આ મનરેગા યોજનામાં નિયમ પ્રમાણે દર એપ્રિલ માસે ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત પાસે વર્ષભરના એડવાન્સ વિકાસના કામોની યાદી મંગાવીને આયોજન હાથ ધરાય છે. એકમાત્ર આ યોજના છે. જેમાં તાલુકાકક્ષાએથી મંજૂરી મેળવવાની અને ગ્રામ પંચાયત જાતે જ વિકાસના કામો આયોજન નકકી કરે અને કેન્દ્ર સરકાર સીધા અઢળક નાણાં શ્રમિકોના બેંંક ખાતામાં નાખી રહી છે. આ સ્થાનિક શ્રમિકોની પૂર્તતા કર્યા બાદ ઓનલાઈન જોબકાર્ડ આપીને બેંક ખાતા ખોલાવવામાં આવે છે. પરંતુ ધોધંબા તાલુકાના વાવ કુલ્લી ગ્રામ પંચાયત દ્વારા મનરેગા યોજનામાં પોણા કરોડ ‚પીયા ઉપરાંતની ગેરરીતિ આચરાઈ હોવાની બૂમ ઉઠી છે. શ્રમિકોની નોંધણી ગ્રામ પંચાયતના સરપંચ તથા અન્ય હોદ્દેદારોના સગાસંબંધીઓની જણાય છે. તેઓ ખેતી સાથે આર્થિક રીતે સાધન સંપન્ન ધરાવતાઓના નામ ખોટી રીતે શ્રમિક તરીકે નોંધવામાં આવ્યા છે. એટલું જ નહિ વતનમાં માત્ર ગણતરીના સમય માટે ખેતી કરવા આવતા શ્રમિકોને પણ મહિનાઓ સુધી સમાંતરે કામમાં જોતરીને ગેરકાયદે રીતે સરકારી નાણા ચુકવાયા હોવાની બૂમ ઊઠેલી છે. માત્ર કોરોનાકાળ એટલે મે – જૂનથી લઈને ઓકટોબરના પ્રથમ અઠવાડિયા સુધીમાં સિંચાઈલક્ષી સંરક્ષણ દિવાલ, માટી મેટલ, નાળા વર્કસ, કોઝ વે, સીસી રોડ, નવા ચેકવોલ, ચેકડેમ અને સૌથી વધુ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રૂ. ૮૦.૧૯ લાખ એટલે કે અધધ સરકારી નાણાંનો માત્ર ચાર-પાંચ માસમાં ઓનલાઈન શ્રમિકોના નામો દર્શાવીને લાખોના ખર્ચાઓ પાડતા સીધી રીતે શંકાના પરિધમાં હોદ્દેદારો અને અધિકારીઓ આવી ગયા છે.

ગ્રામ પંચાયતના હોદ્દેદારો અને તાલુકા પંચાયતના અધિકારીઓની મિલીભગત હેઠળ માત્ર ગણતરીના સમયગાળામાં જાણે કોઈ જોનાર કે પૂછનાર ન હોય તેમ ઉચ્ચ અધિકારીઓના ડર વિના ગમે તેમ ભોગે ખિસ્સા ભરીને ધનવાન બનવાની યોજના સમજીને લુંટફાટ મચાવીને આર્થિક સંપન્ન બન્યા છે. ખર્ચા પ્રમાણે સ્થળ ઉપર વિકાસના કામો નિયમને ઉલ્લંધન કરીને તકલાદી કામ કરાયું છે. શ્રમિકોને બદલે વેપારીઓ પાસેથી સામગ્રીના બોગસ બિલો બનાવીને નાણાની હડપ કરાઈ હોવાનું જણાઈ રહ્યું છે. વિકાસના નામે ગ્રામ પંચાયતે માત્ર આંધળી દોડ મૂકીને લખલૂંટ ખર્ચાઓનું આંધણ કરીને ગેરરીતિ આચરાઈ હોવાથી આ રૂ.૮૦.૧૯ લાખના ખર્ચાઓની ગાંધીનગર વિજીલન્સ દ્વારા તપાસ કરવામાં આવે તેા નાણાકીય ગોબાચારીનો પર્દાફાશ થાય તેવી શકયતાઓ ગ્રામજનો દ્વારા સેવાઈ રહી છે.

કોરોનાકાળમાં ખર્ચાઓ પાડવાનો છુટ્ટોદોર…..

ગત એપ્રિલ માસથી વૈશ્ર્વિક બિમારી કોરોનાના પગલે લોકો બેરોજગાર બનતા સરકારે ઘર આંગણે શ્રમિકો બે માસ બાદ મનરેગા યોજનાના કામોની મંજૂરી આપી દેવાઈ હતી. આવી કટોકટીમાં જાણે મનરેગા કમાણીનું સાધન બનતા સરપંચોને જાણે છુટ્ટોદોર મળતા મનસ્વીપણે વિકાસના કામો પાછળ ખર્ચાઓ પાડતા રહ્યા હતા. આવી બેરોજગારીના સમયે ખરેખર સાચા ગરીબ શ્રમિકોને રોજગારી ચુકવવાને બદલે પોતાના સગાસંબંધીઓ કે બોગસ શ્રમિકોના ખાતામાં કામ કર્યા વિના વેતન ચુકવાયું હોવાની બૂમ ઊઠી રહી છે. ખરેખર આવા ખાતાઓ અને શ્રમિકોના ક્રોસ વેરીફિકેશન કરવું જરૂરી બન્યું છે.

તબકકાવાર ચુકવવાના નાણાં એક સામટા ચુકવાયા……

મનરેગા યોજનામાં સિંચાઈ સંરક્ષણ દિવાલમાં અંદાજે ૧૫ લાખ, રસ્તાઓન મેટલ કામમાં અંદાજીત રૂ.૨૦ લાખ ખર્ચાયા છે. જ્યારે સૌથી વધુ રૂ.૩૦ થી ૪૦ લાખના ખર્ચાઓ એટલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓના પરિવારોના નામે ચુકવાયા છે. એક ઘરમાંથી પાંચ-પાંચ સભ્યોને વધુને વધુ રૂ.૧૫ હજાર ખતવવાયા છે. એક મસમોટા આંકડાઓ જોતાં શંકા ઉપજાવે છે. ખરેખર તબકકાવાર શ્રમિકોને ચૂકવવાના નાણાં એક સામટા ચૂકવી દેવાયા છે. સંભવત ચાલુ વર્ષમાં એક સાથે મસમોટી રકમ ચુકવી દઈને નિયમોનું ઉલ્લંધન થયું છે?

ઈરીગેશન વોલમાં કોણે કોણે કેટલા કેટલા નાણાં મેળવ્યા ?

  • નવા ઈરીગેશન વોલમાં બારીઆ બકાભાઈને રૂ.૪૨૬૪૫,
  • બારીઆ નરવતસિહ રૂ.૯૬૨૬૦ પ્લાટનેશન વર્કસ માટે
  • બારીઆ રણજીતભાઈને રૂ.૨૪૬૬૦ તથા
  • બારીઆ મણીલાબેન રૂ.૨૪૬૭૨, ઈરીગેશન વર્કસમાં
  • બારીઆ ભીમસિંહ કાનજીભાઈને રૂ.૧.૨૦ લાખ તથા રૂ.૧.૩૮ લાખ,
  • બારીઆ ફતેસિંહ કાનજીભાઈને રૂ.૧.૫૬ લાખ,
  • બારીઆ માનસિંગભાઈ કાનીભાઈને રૂ.૯૦,૬૬૫,
  • બારીઆ ગોવિંદભાઈ મણીયાભાઈને રૂ.૧,૧૭,૫૫૦
  • બારીઆ નવલભાઈ બુધીયાભાઈને રૂ.૫૩,૦૦૦ તથા રૂ.૧,૫૬,૫૪૯,
  • બારીઆ ગુલાબભાઈ ધનાભાઈને રૂ.૨૭,૮૬૦,
  • બારીઆ માનાભાઈ રામાભાઈને રૂ.૧,૫૬,૯૧૬,
  • બારીઆ છબીલલાલ ભીખાભાઈને રૂ.૧,૫૬,૭૪૦,
  • બારીઆ ભીખાભાઈ મનાભાઈને રૂ.૮૨૪૩૬,
  • બારીઆ લક્ષ્મણભાઈ માનસિંહને રૂ.૧,૫૬,૭૧૦,
  • બારીઆ બાબુભાઈ રત્નભાઈ રૂ.૧,૫૬,૮૮૮,
  • બારીઆ પરર્વતભાઈ કાબસિંહને રૂ.૧,૫૮૭૦,
  • બારીઆ વિજય લક્ષ્મણભાઈને રૂ.૧,૨૫,૨૮૦,
  • બારીઆ મોહન મગનને રૂ.૧,૫૬,૮૪૫,
  • બારીઆ સોના ગામજીને રૂ. ૧,૫૨,૫૮૯,
  • બારીઆ શંકરભાઈ મગનભાઈ રૂ.૩૦,૮૦૦

કપુરીબેન ભાયજીભાઈને રૂ.૧,૫૭,૦૦૦નો સમાવેશ થાય છે. આ ન્યુ ઈરીગેશન વોલ હેઠળના કામોની તપાસ થાય તો ઘણું ભોગાળુ બહાર આવે તેમ છે.