બોની કપૂર બનાવશે પત્ની શ્રીદેવીની બાયોપિક, દિવંગત અભિનેત્રીને લઈ કરી અનોખી ’ઘોષણા’

મુંબઇ,

બૉલીવુડની અભિનેત્રી શ્રીદેવીની લોકપ્રિયતા વિશે એ વાત પરથી જાણી શકાય છે કે આજે પણ દુનિયાના દરેક વ્યક્તિના દિલો પર તે રાજ કરી રહી છે. શ્રીદેવીને કોઈ પણ ઓળખની જરૂર નથી. એમની એક્ટિંગ અને સુંદરતાના લગભગ દરેક લોકો દિવાના છે. હાલ શ્રીદેવીને લઈને એક નવી અપડેટ સામે આવી છે જેને સાંભળીને એમના ચાહકો ખૂબ ખુશ થઈ જશે. જણાવી દઈએ કે અભિનેત્રી શ્રીદેવીના પતિ બોની કપૂરે તેના સોશ્યલ મીડિયા પર એક અનાઉસમેન્ટ કરી છે.

નિર્માતા બોની કપૂરે તેમની દિવંગત પત્ની અને પીઢ અભિનેત્રી શ્રીદેવીની બાયોપિકનું શીર્ષક ’શ્રીદેવી – ધ લાઈફ ઓફ અ લેજેન્ડ’ની જાહેરાત કરી છે. જણાવી દઈએ કે બોની કપૂરે ત્રણ દાયકામાં માત્ર ભારતીય સિનેમામાં જ નહીં પણ તમિલ અને તેલુગુ ઉદ્યોગમાં પણ બેક ટુ બેક હિટ ફિલ્મો આપી છે. આજે બોની કપૂરે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમની સ્વર્ગસ્થ પત્ની અને સુપ્રસિદ્ધ અભિનેત્રી શ્રીદેવીની બાયોપિક ’ધ લાઈફ ઓફ અ લિજેન્ડ’ની જાહેરાત કરી હતી. જણાવી દઈએ કે આ પુસ્તક ધીરજ કુમાર દ્વારા લખવામાં આવ્યું છે, બોની કપૂરે તેના સોશિયલ મીડિયા પર ફક્ત એક શબ્દ ઘોષણા સાથે આ સમાચાર શેર કર્યા છે.

બોની કપૂરે કહ્યું કે, ’શ્રીદેવી પ્રકૃતિની શક્તિ હતી. તે સૌથી વધુ ખુશત્યારે હતી જ્યારે તેને તેની કળાને સ્ક્રીન પર તેના પ્રસંશકો સાથે શેર કરી હતી. ધીરજ કુમાર એક એવા વ્યક્તિ છે જે તેણીને કુટુંબ માને છે. તેઓ સંશોધક, લેખક અને કટારલેખક હતા. અમને આનંદ છે કે તેઓ એક પુસ્તક લખી રહ્યા છે જે તેમના અસાધારણ જીવનને સૌથી વધુ અનુકૂળ આવે છે.

જણાવી દઈએ કે આ પુસ્તક ભારતીય સિનેમામાં અજોડ કારકીર્દી ધરાવતા સર્વશ્રેષ્ઠ સુપરસ્ટાર શ્રીદેવીનું સંપૂર્ણ ચિત્ર આપે છે. શ્રીદેવીએ ૫૦ વર્ષમાં તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ અને હિન્દીમાં ૩૦૦ થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે અને તેમને પદ્મશ્રી, રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો, રાજ્ય સરકારના પુરસ્કારો અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારોથી સમ્માનિત પણ કરવામાં આવ્યા હતા. અત્યારે સૌથી સારી વાત એ છે કે ફેન્સને ફરી એકવાર અભિનેત્રીની ઝલક જોવા મળશે.