રાજકોટ,
રંગીલા રાજકોટના વિકાસ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ નું ૨૬૩૭.૮૦ કરોડનું બજેટ તૈયાર કરવામાં આવ્યું છે. મનપાના હોદ્દોદ્દારો સાથે મળેલી બેઠકમાં સ્ટેન્ડિંગ કમિટીએ આ બજેટની જાહેરાત કરી. રાજકોટ મનપા કમિશનરે સૂચવેલા ૧૦૧ કરોડના કરબોજમાં ૬૦.૩૯ કરોડનો ઘટાડો કરી શાસકોએ ૩૯.૯૭ કરોડનો કરબોજ જનતા પર મુક્યો છે. વિકાસના કામોને વેગ આપવા માટે બજેટ તૈયાર કરવામાં આવે છે. બજેટમાં ફાળવવામાં આવેલી રકમ દ્વારા શહેરનો સર્વાંગી વિકાસ કરવામાં આવતો હોય છે.
રાજકોટ મનપાના બજેટની મુખ્ય બાબતો આ પ્રમાણે છે
રાજકોટ-શહેરીજનોને પાણીવેરો બમણાં સાથે ૨૬૩૭.૮૦ કરોડનું બજેટ થશે રજૂ.
૧૦૧ કરોડના કરબોજમાં ૬૦.૩૯ કરોડનો ઘટાડો કરી શાસકોએ ૩૯.૯૭ કરોડનો કરબોજ જનતા પર મુક્યો
રાજકોટમાં પાણી વેરો ત્રણ ગણો નહિ પણ ડબલ કરવા શાસકોનો નિર્ણય
રહેણાકમાં પાણીવેરો ૮૪૦ થી વધારીને ૧૫૦૦ કરવામાં આવ્યો
કોમશયલમાં પાણીવેરો ૧૬૮૦ થી વધારીને ૩૦૦૦ કરવામાં આવ્યો
કોમશયલમાં ગાર્બેજ ચાર્જ ડબલ કરી ૭૩૦ થી વધારી ૧૪૬૦ કરાયો
જયારે થિયેટર ટેક્સ પ્રતિ શોના ૧૦૦ ના બદલે ૧૦૦૦ વસૂલવા કમિશનરના સૂચનને ઠુકરાવી માત્ર ૧૨૫ વસૂલવા શાસકોની મંજૂરી
રાજકોટ મનપાના બજેટમાં શાસકોએ કુલ ૩૯.૨૫ કરોડ ખર્ચે ઉમેરેલી નવી ૧૫ યોજનાઓ જોઇએ તો રૈયા ટેલિફોન એક્સચેન્જ ચોકમાં ઓવરબ્રિજ – ૧૦ કરોડ
મોટામવા સ્મશાન પાસે વાહન પાકગ વ્યવસ્થા – ૬ કરોડ
ઉપલા કાંઠે વોકિંગ ટ્રેક અને પ્લે ગ્રાઉન્ડ – ૧.૫૦ કરોડ
રાજકોટ દર્શન સિટી બસ – ૧ કરોડ
ડસ્ટ ફ્રી રોડ – ૫ કરોડ
યુનિફોર્મ આઇડેન્ટીટી માટે – ૨ કરોડ
ઝોન ઓફિસોમાં હેલ્પ ડેસ્ક – ૫૦ લાખ
સ્માર્ટ સ્કુલ – ૭૬ લાખ
પ્રાથમિક શાળાઓમાં કલરકામ – ૫ કરોડ
ઝોન દીઠ એક બોક્સ ટેનિસ ક્રિકેટ- ૧.૫૦ કરોડ
શહેરના કોઇ એક વોર્ડમાં કોમ્યુનિટી હોલ – ૫ કરોડ
કાઉન્સિલર્સ મોનિટરિંગ એપ – ૫૦ લાખ
મેન્ટેનન્સ એક્સપેન્સીસ મોનિટરિંગ સિસ્ટમ – ૫૦ લાખ
તહેવારોમાં ગાંધી મ્યુઝીયમમાં બાળકોને મફત પ્રવેશ.
રામનવમીએ રામવનમાં બાળકો અને વૃદ્ધોને નિ:શુલ્ક પ્રવેશ.