સામંથાએ મુંબઈમાં ૧૫ કરોડનો ફલેટ ખરીદ્યો

મુંબઇ,

સાઉથની હોટ અભિનેત્રી સામંથા રુથ પ્રભુએ મુંબઈમાં ૧૫ કરોડ રુપિયાનો સી ફેસિંગ ફલેટ ખરીદ્યો છે. બોલીવૂડમાં શૂટિંગ તથા ઓફરોને કારણે વ્યસ્તતા વધતાં તેણે મુંબઈને પોતાનું બીજું ઘર બનાવી દીધું છે.

દક્ષિણની અભિનેત્રી સામંતા રૂથ પ્રભુ થોડા સમય પહેલા પોતાની બીમારીના કારણે ચર્ચામાં હતી. પરંતુ હવે તે સ્વસ્થ થઇને ફરી પોતાના કમિટમેન્ટ પૂરા કરી રહી છે. તેની એક સીરિઝ ’સીટાડેલ’નું શૂટિંગ મુંબઈ માં ચાલી રહ્યું છે, જેના કારણે તેને વારંવાર તેમજ લાંબા સમય સુધી મુંબઇમાં રહેવું પડે છે. ઉપરાંત બોલીવૂડ સાથે પણ તેના અન્ય પ્રોજેક્ટસ માટે વાતચીત ચાલી રહી છે.

સામંથાએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર સનસેટની એક સુંદર તસવીર શેર કરી હતી. આ તસવીર મુંબઇની કોઇ ફાઇવ સ્ટાર હોટલમાંથી પાડવામાં નહોતી આવી પરંતુ મુંબઇમાંના તેના સ્કાયસ્કેરેપરમાંથી લેવામાં આવી હોવાનું કહેવાય છે.