
ઇસ્લામાબાદ,
તુર્કી અને સીરિયામાં આવેલ ભૂકંપ બાદ પુરી દુનિયા પરેશાન છે.ભૂકંપના કારણે ૮ હજારથી વધુ લોકોના મોત થઇ ચુકયા છે.હજારો લોકો ઇજાગ્રસ્ત છે અને તમામ લોકો હજુ પણ કાટમાળની નીચે દબાયેલ છે.આ પ્રાકૃતિક આપદા બાદ પુરી દુનિયા તુર્કી અને સીરિયાની મદદ માટે આગળ આવ્યા છે.તમામ દેશ બચાવ અભિયાન માટે પોતાની ટીમ મોકલી રહ્યાં છે.ભારતે પણ એનડીઆરએફની ટીમ ડોકટર મેડિકલ ટીમ અસ્થાઇ હોસ્પિટલ સહિત મોટી માત્રામાં રાહત સામગ્રી મદદ માટે મોકલી છે.આ સાથે જ ખુદ જ તંગ સ્થિતિમાં પસાર થઇ રહેલ પાકિસ્તાને પણ મદદ મોકલવાની પેશકશ કરી પરંતુ તેનું તુર્કીએ અપમાન કરી દીધુ.
આ ઘટના બાદ પાકિસ્તાનના વડાપ્રધાન શહબાજ શરીફ,વિદેશ મંત્રી બિલાવલ ભટ્ટો અને અન્ય અધિકારીઓ તુર્કીની સાથે એકતા બતાવવા માટે ભૂકંપ પ્રભાવિત વિસ્તારોનો પ્રવાસ કરવા ઇચ્છે છે પરંતુ તુર્કી સરકારે લપડાક મારતા કહ્યું કે હાલ અમે ભૂકંપના કારણે મચેલી તબાહીથી બચાવ અને રાહત કાર્યોમાં વ્યસ્ત છે આથી તમે હાલ અહીં ન આવો.ત્યારબાદ પાકિસ્તાન વડાપ્રધાનને પોતાનો તુર્કી પ્રવાસ રદ કરી દીધો.
આ યાત્રાની બાબતમાં જાણકારી પાકિસ્તાનના માહિતી મંત્રી મરિયમ ઔરંગજેબે આપી હતી.તેમણે એક ટ્વીટમાં કહ્યું કે વડાપ્રધાન બુધવારે સવારે અંકારા માટે રવાના થશે તેમણે કહ્યું કે તે રાષ્ટ્રપતિ (રેસેપ તૈયપ) એર્દોગન માટે ભૂકંપના વિનાશ જીવનની હાનિ અને તુર્કીના લોકો પ્રત્યે પોતાની સંવેદના વ્યકત કરશે વડાપ્રધાનની તુર્કી યાત્રાના કારણે ગુરૂવારે બોલાવવામાં આવેલ એપીસી સ્થગિત કરવામાં આવી રહી છે સહયોગી પક્ષોના પરામર્શથી નવી તારીખની જાહેરાત કરવામાં આવશે.
એ યાદ રહે કે સોમવારે તુર્કી અને સીરિયામાં આવેલ ભૂકંપે ભીષણ તબાહી મચાવી છે રિએકટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા ૭.૮ હતી. આ ભૂકંપથી લગભગ ૪,૩૦૦ લોકોના મોતની વાત સામે આવી છે.આ ઉપરાંત હજારો લોકો લાપત્તા છે અને હજારોનની સંખ્યામાં ધાયલ પણ છે. અહીં દરેક સ્થળે કાટમાળ નજરે પડી રહ્યો છે અને રેસ્કયુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.