
લુણાવાડા,
તા. 8 ફેબ્રુઆરીના રોજ લુણાવાડા તાલુકા પંચાયત હોલ ખાતે મહિલાઓ અને છોકરીઓ પર થતી હિંસાને અટકાવવા માટે જિલ્લા સ્તરીય પરામર્શ કાર્યક્રમનું આયોજન એકતા મહિલા સંગઠન, ગોઠીબ તેમજ ઉત્થાનના સહીયારા પ્રયાસથી કરવામાં આવ્યું.
પરામર્શ કાર્યક્રમમાં એકતા મહિલા સંગઠનના સભ્યો, ઉત્થાન ટીમના સભ્યો અને વિવિધ સરકારી વિભાગોમાંથી નીચે જણાવેલ અધિકારીઓ ઉપસ્થીત રહ્યા હતા.
સમાજ કલ્યાણ અધિકારી, મહીસાગર. ભાર્ગવીબેન નિનામા, જીલ્લા બાળ સુરક્ષા અધિકારી, મહિસાગર., જીગ્નેશભાઈ પંચાલ, મહિલા પોલીસ સ્ટેશન પ્રતીનિધિ, લુણાવાડા, 181 સ્ટાફ, મહીસાગર, સખી વનસ્ટોપ, મહીસાગર., દિપીકાબેન ડોડિયા, PBSC હંસાબેન ભગોરા. પરામર્શ કાર્યક્રમમાં એકતા મહિલા સંગઠન દ્વારા મહિલાઓ પર થતી હિંસા અટકાવવાનાં મુદ્દે રજૂઆત કરવામાં આવી. તેમજ એકતા મહિલા સંગઠનની ન્યાય સમિતિ દ્વારા તેમની પાસે આવેલ હિંસાના કિસ્સાની રજૂઆત કરવામાં આવી.
એકતા મહિલા સંગઠનની રજૂઆત બાદ ઉપસ્થિત સમાજ કલ્યાણ અધિકારી ભાર્ગવીબેન નિનામા અને જીલ્લા બાળ સુરક્ષા અધિકારી જીગ્નેશભાઈ પંચાલે એકતા મહિલા સંગઠન અને ઉત્થાનનો આ પરામર્શ કાર્યક્રમનું આયોજન કરવા માટે અભીનંદન પાઠવ્યા અને આ મુદ્દે શક્ય સહયોગ કરવાની ખાતરી આપી.
આ ઉપરાંત ઉપસ્થિત તમામ અધિકારીઓ દ્વારા જે તે વિભાગની જુદી જુદી યોજનાઓ અને કાર્યક્રમોની માહિતી આપી. તેમજ મહિલાઓનાં મુદ્દે કાર્યરત માળખાઓ, મહિલા પોલીસ સ્ટેશન, 181 અને સખી વનસ્ટોપના પ્રતિનિધિ દ્વારા મહિલાઓ સાથે હિંસાના કિસ્સામાં શક્ય મદદ કરવાની બાહેંધરી આપવામાં આવી.