મહિસાગર જીલ્લા સબ રજીસ્ટ્રાર કચેરીના ઓપરેટરો 18 માસથી પગાર ન મળતાં હડતાળ ઉપર ઉતર્યા

લુણાવાડા,

મહિસાગર જીલ્લાની સબ રજીસ્ટ્રાર કચેરીના ઓપરેટરોને પગાર નહિ મળતા હડતાળ ઉપર ઉતર્યા ઓપરેટરોની હડતાળને લઈ સબ રજીસ્ટ્રાર કચેરીની કામગીરી ઠપ થઈ.

મહિસાગર જીલ્લાની સબ રજીસ્ટ્રાર કચેરીના ઓપરેટરોને છેલ્લા 18 માસથી પગાર ન મળતાં જીલ્લાની 6 સબ રજીસ્ટ્રાર કચેરીના ઓપરેટરો આજથી જીલ્લા કચેરી બહાર હડતાળ ઉપર ઉતર્યા છે. સબ રજીસ્ટ્રાર કચેરીમાં ઓપરેટરોને અમદાવાદની આર્ડ ઈન્ફોસેટ કંપની દ્વારા પગાર નહિ ચુકવતા ઓપરેટરોને જીવન નિર્વાહ ચલાવવુંં મુશ્કેલ બન્યુંં છે. અવારનવાર ઓપરેટરોની રજુઆત છતાં 18 માસથી વેતન નહિ ચુકવતા આખરે ઓપરેટરો હડતાળ ઉપર જતાંં સબ રજીસ્ટ્રાર કચેરીઓની સેવાઓ ઠપ થતાંં દસ્તાવેજી પ્રક્રિયા માટે આવતાં લોકોને મુશ્કેલીઓમાં વધારો થયો છે.