હાલોલ,
હાલોલ વડોદરા રોડ ઉપર આવેલી નર્મદા નહેર નજીકના આલણશી ગામની નવી નગરી પાસે હાલોલ રૂરલ પોલીસની હદ માંથી સ્ટેટ વિજિલન્સની ટીમે દરોડો પાડી વિદેશી દારૂનું વિતરણ કરતી એક કાર બે સ્કૂટર સાથે દોઢ લાખ રૂપિયાની કિંમતના વિદેશી દારૂ સાથે સાડા ચૌદ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. હાલોલ તાલુકા ઉપરાંત સરહદી ગામડાઓમાં બેફામ બનેલા વિદેશી દારૂનો ગેરકાયદે ધંધો ચલાવતાં બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. વહેલી સવારે ત્રાટકેલી સ્ટેટ વિજિલન્સની ટીમે વિદેશી દારૂના જથ્થા સાથે એકને પકડી પાડી હાલોલ તાલુકાના ચાર વાઘોડિયા તાલુકાના 2 અને 2 અન્ય ઈસમો મળી 8 સામે કાર્યવાહી હાથ ધરી છે.
હાલોલ તાલુકાના ગામડાઓ તથા હાલોલ તાલુકાને અડીને આવેલા સરહદી ગામડાઓમાં વિદેશી દારૂની બદીએ માજા મૂકી છે. ત્યારે અનેક ગામડાઓ આવા વિદેશી દારૂના સ્ટેન્ડોથીધમધમી રહ્યાં હોવાની અનેક બુમો ઉઠવા પામી છે. સ્થાનિક પોલીસ દ્વારા આવા વિદેશી દારૂના વેચાણ ઉપર અંકુશ લાવવાના નિષ્ફળ પ્રયાસો વચ્ચે બુટલેગરો સરહદી વિસ્તારનો લાભ લઇ બિન્દાસ બની પોતાનો ગેરકાયદે ધંધો ચલાવવા સફળ થઈ રહ્યા છે. તેવામાં આજે સ્ટેટ વિજિલન્સની ટીમ દ્વારા દરોડો પાડી હાલોલ પોલીસની હદમાંથી નાના નાના વાહનોમાં વિતરણ થઈ રહેલા દોઢ લાખ રૂપિયાની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે સાડા ચૌદ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
રાજ્યભરમાં પ્રોહીબિશનની પ્રવૃત્તિઓ અટકાવવા સ્ટેટ મોનીટરીંગ સેલ સતત કાર્યરત છે. ત્યારે પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના સરહદી ગામડાઓમાં ધમધમતા આવા વિદેશી દારૂના સ્ટેન્ડો ઉપર નિયંત્રણ લાવવા હાલોલ રૂરલ પોલીસના સતત નિષ્ફળ પ્રયાસો વચ્ચે તાલુકાના અનેક ગામડાઓમાં આવી અવૈદ્ય પ્રવૃત્તિઓ ચલાવવામાં નામી બુટલેગરો સફળ રહ્યા છે. આજે વહેલી સવારે હાલોલ વડોદરા રોડ ઉપર આવેલી નર્મદાની મુખ્ય નહેર નજીક રામેશરા તરફ આવેલા આલણશી ગામ પાસે હાલોલ રૂરલ પોલીસની હદમાં આવી જ પ્રવૃત્તિ ઝડપાઇ હતી. સ્ટેટ વિજિલન્સ દ્વારા કરવામાં આવેલી રેડમાં દોઢ લાખ રૂપિયાના ભારતીય બનાવટના પ્લાસ્ટિક, કાચના બોટલ અને બિયરના જથ્થા સાથે એક હ્યુન્ડાઇ ક્રેટા, બે સ્કૂટર, મોબાઈલ સહિત સાડા ચૌદ લાખ રૂપિયાનો મુદામાલ જપ્ત કરી હાલોલ રૂરલ પોલીસ મથકમાં લાવતા હાલોલ રૂરલના નાક નીચે પકડાયેલા વિદેશી દારૂના જથ્થાથીહાલોલ પોલીસની પ્રોહીબિશનની કામગીરી ઉપર સવાલો ઉભા થઇ રહ્યાં છે.
વિજિલન્સની ટીમે દારૂના જથ્થા સાથે હાલોલ તાલુકાના કુંપાળિયા ગામના નરેન્દ્ર ઉર્ફે ટેટોને પકડી પાડ્યો હતો. અને ભાગી છૂટેલા અન્ય સાત મળી કુલ આઠ આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી હતી. ભાગી છૂટેલા હાલોલના કુંપાળિયાના અન્ય બે અમે આંબા તળાવનો એક મળી ત્રણ તથા વાઘોડિયા તાલુકાના જારોદનો એક, ગુતાલનો એક અને અન્ય બે ઈસમ મળી કુલ ભાગી છૂટેલા સાત ઈસમો સાથે આઠ સામે કાર્યવાહી કરી હતી.
બોકસ:
હાલોલ તાલુકાના પકડાયેલા બુટલેગરો…..
- નરેન્દ્ર ઉર્ફે ટેટો જશવંતભાઈ ગોહિલ (કંપાળિયા).
બોકસ: હાલોલ તાલુકાના ફરાર બુટલેગરો….
- ભરત ઉર્ફે કચો કનુભાઈ ગોહિલ (કંપાળિયા).
- રાજેન્દ્ર ઉર્ફે મંગો કનુભાઈ ગોહિલ (કંપાળિયા).
- પ્રવીણ ઉર્ફે પરીઓ ચીમનભાઈ સોલંકી (આંબા તળાવ).
- દારૂના જથ્થા સાથે પકડાયેલી ક્રેટા ગાડીનો મલિક
બોકસ: વાઘોડિયા તાલુકાના ફરાર બુટલેગરો
- વીરલ અશોકભાઈ જયસવાલ (જરોદ).
- ગબો (ગુતાલ).